________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
O © પ્રજ્ઞાપના સૂત્ર છે .
પ્રસ્તાવના
સૂત્ર પરિચય – જૈન આગમ સાહિત્યના અંગ પ્રવિષ્ટ અને અંગ બાહા તે બે મુખ્ય વિભાગ છે. ઉપલબ્ધ અંગ પ્રવિષ્ટ આગમોમાં જેમ ભગવતી સૂત્ર વિશાળકાય સૂત્ર છે અને તેનું મહત્વપૂર્ણ સ્થાન છે, તે જ રીતે અંગ બાહ્ય આગમોમાં પ્રજ્ઞાપના સૂત્ર પણ વિશાળકાય સૂત્ર છે અને જૈન સિદ્ધાંતના મહત્ત્વપૂર્ણ વિષયોનું તેમાં સાંગોપાંગ સંકલન હોવાથી તેનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આ સૂત્રમાં પ્રજ્ઞાપના = વિશેષ રૂપે વિશ્લેષણ પૂર્વક વિભિન્ન તત્ત્વોનું જ્ઞાપન- બોધ છે, તેથી તેનું પ્રજ્ઞાપના એ સાર્થક નામ છે. આગમોમાં તેના માટે gvણવા, માવા ઈત્યાદિ શબ્દો પ્રયુક્ત છે, તે શબ્દપ્રયોગ તેની મહત્તાને સૂચિત કરે છે.
જીવાજીવાભિગમ સૂત્રમાં પણ તત્ત્વનું વર્ણન છે. તેમાં જીવોના શરીર અવગાહના, લેશ્યા, દષ્ટિ આદિ જીવ પર્યાયોના ઉલ્લેખ એક જ પ્રકરણમાં છે, પરંતુ આ સૂત્રમાં પ્રત્યેક વિષયો પર એક-એક સ્વતંત્ર પ્રકરણ છે અને તેમાં તેનું સાંગોપાંગ વિસ્તૃત વિવેચન છે. રચના કર્તા :– જૈન ઇતિહાસમાં ત્રણ કાલકાચાર્યનું વર્ણન છે. તેમાં પહેલા, બીજા કાલકાચાર્યનો સમય બારમી, તેરમી, પાટની આસપાસનો છે અને ત્રીજા કાલભાચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમકાલીન છે. પાટ પરંપરા અનુસાર તેનો સમય તેત્રીસચોત્રીસમી પાટની આસપાસનો છે.
કેટલાક પ્રાચીન ગ્રંથોમાં પ્રજ્ઞાપના સૂત્રની રચના સંબંધી ઉલ્લેખ છે. તેમાં ત્રેવીસમા ધીરપુરુષ શ્રી શ્યામાચાર્યે પૂર્વજ્ઞાનના આધારે શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું ઉદ્ગત કર્યું તે પ્રમાણે કથન છે.
ઉપરોક્ત ત્રણે કાલકાચાર્યમાં ત્રેવીસમી પાટની આસપાસ કોઈ કાલકાચાર્ય પ્રસિદ્ધ નથી. તેથી તેમ અનુમાન કરી શકાય કે તેત્રીસ” શબ્દ લિપિ દોષથી “ ત્રેવીસ'માં પરિવર્તન પામ્યો હોય.
આ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના લગભગ તેત્રીસમી પાટે બિરાજમાન કાલકાચાર્ય શ્યામચાર્યે શ્રી દેવદ્ધિગણિક્ષમા શ્રમણના કાલમાં કરી હોય. નંદીસૂત્રની જેમ પ્રજ્ઞાપના આદિ અંગબાહ્ય સૂત્રોની રચના પણ આગમ લેખન કાલની આસપાસ થઈ હોય તેમ માનવું વધુ સુસંગત છે. ઉપાંગ – અંગ બાહ્ય સૂત્ર તરીકે પ્રસિદ્ધ પ્રજ્ઞાપના સૂત્ર ચોથું ઉપાંગ સૂત્ર આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org