________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૩૧
૧૦ લાખ
જીવાયોનિ છે અને ૧ કરોડ ૩૪ લાખ જાતિ કુલકોડી યોનિ છે. (૧) બે ઇન્દ્રિયની ૭ લાખ (૬) સ્થલચરની ૧૦ લાખ (૨) તે ઇન્દ્રિયની ૮ લાખ (0) ઉરપરિસર્પની (૩) ચોરેન્દ્રિયની ૯ લાખ | (૮) ખેચરની ૧૨ લાખ (૪) વનસ્પતિકાયની ૧૬+૧૨ લાખ (૯) ભુજપરિસર્પની ૯ લાખ (૫) જલચરની ૧૨ લાખ || (૧૦) ચાર સ્થાવરની ૨૯ લાખ
થોકડા અનુસાર = કુલ ૧કરોડ ૩૪ લાખ કુલકોડી છે વનસ્પતિમાં ફૂલોની ૧૬ લાખ યોનિ આ પ્રમાણે છે– ૪ લાખ ઉત્પલાદિ જલજની, ૪ લાખ કોરંટાદિ સ્થલજની, ૪ લાખ મહુવા આદિ મહાવૃક્ષોની, ૪ લાખ જાઈફળ આદિ ગુલ્મોની. તે સિવાય વનસ્પતિની ૧ર લાખ જુદી કુલકોડી છે. સુગંધ:- સુગંધના સાત મુખ્ય પદાર્થ છે અને તેના ૭૦૦ અવાંતરભેદ છે– (૧) મૂલ (૨) તક (૩) કાષ્ઠ (૪) નિર્યાસ– કપૂર આદિ (૫) પત્ર (૬) પુષ્પ (૭) ફળ. તેને પાંચ વર્ણ, પાંચ રસ અને ચાર સ્પર્શથી અર્થાત્ ૧૦૦થી ગુણતા ૭00 અવાંતર ભેદ થાય છે. વિમાન વિસ્તાર – સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનું જે આકાશક્ષેત્ર છે, તેનાથી ત્રણ ગણા ક્ષેત્ર જેટલું એક કદમ ભરતા-ભરતા કોઈ દેવ ચાલે તો કોઈક વિમાનનો પાર પામે છે અને કેટલાકનો પાર પમતા નથી. આ રીતે પાંચગણા, સાતગણા, નવગણા કદમ ભરતા-ભરતા છ માસ ચાલવા છતાં કોઈ વિમાનનો પાર પામી શકે છે અને કોઈ વિમાનનો પાર પામી શકતા નથી. વિમાનોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે(૧) અર્ચિ (ર) સ્વસ્તિક (૩) કામકામાવર્ત (૪) વિજય– વિજયેતાદિ. નોંધ:- ઉક્ત નિર્દિષ્ટ ગતિથી દેવ પાર પામી શકતા નથી પરંતુ દેવ પોતાની ઉત્કૃષ્ટ ગતિથી સર્વ વિમાનો-નરકોનો પણ પાર પામી શકે છે. પૃથ્વીના ભેદઃ– છ પ્રકારની પૃથ્વી છે– (૧) શ્લષ્ણ- સુંવાળી માટી (૨) શુદ્ધપર્વત આદિના મધ્યની માટી (૩) વાલ– રેતી (૪) મણશીલ (૫) શર્કરા- કાંકરા (૬) ખર પૃથ્વી– પત્થર આદિ કઠણ પૃથ્વી.
તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૧,૦૦૦ વર્ષ (૨) ૧૨,000 વર્ષ (૩) ૧૪,000 વર્ષ (૪) ૧૬,૦૦૦ વર્ષ (૫) ૧૮,૦૦૦ વર્ષ (૬) રર,000 વર્ષ. નિર્લેપ – વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાય જીવોમાંથી(કલ્પનાથી)
એક-એક જીવને એક-એક સમયમાં કાઢવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી, Jain અવસર્પિણીકાલમાં તે ખાલી થાય છે. અર્થાત એક સમયમાં અસંખ્ય ઉત્સર્પિણી
vale & Personal use