________________
૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નરક
(
૩
છે. ભવ સંબંધી જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વૈક્રિય સંબંધી જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ આ પ્રમાણે છે. નરકના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના :
ભવધારણીય ઉત્કૃષ્ટ | ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટ ૭છું ધનુષ્ય-અંગુલ ૧૫ ધનુષ્ય ૧૨ અંગુલ ૧૫ ધનુષ્ય ૧૨ અંગુલ
૩૧ ધનુષ્ય ૩૧ ધનુષ્ય
કર ધનુષ્ય દરધનુષ્ય
૧રપ ધનુષ્ય ૧૨૫ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય ૨૫૦ ધનુષ્ય
૫૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય
૧૦૦૦ ધનુષ્ય નારકીના જીવો પોતાના શરીરના પ્રમાણથી બમણું વૈક્રિય કરી શકે છે. માટે ભવધારણીય અવગાહનાથી ઉત્તર વૈક્રિયની અવગાહના બમણી કહી છે. આહાર, શ્વાસ, પુદ્ગલ :- નારકીના શરીર વર્ણ, ગંધ, સ્પર્શની અપેક્ષાથી અકાંત અમનોજ્ઞ હોય છે. તેના શ્વાસોચ્છવાસ અને આહારમાં પણ અનિષ્ટ, અમનોજ્ઞ પુદ્ગલોનું પરિણમન થાય છે. લેશ્યા – પહેલી બીજી નરકમાં કાપોત લેશ્યા, ત્રીજીમાં કાપોત અને નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં મહાકૃષ્ણ લેશ્યા હોય છે. વેદના – ૧થી ૩ નરકમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણ વેદનાના સ્થાન ઘણા અને શીતવેદનાના સ્થાન થોડા, પાંચમીમાં શીત વેદનાના સ્થાન ઘણા અને ઉષ્ણ વેદનાના થોડા, છઠ્ઠીમાં શીત વેદના, સાતમીમાં મહાશીત વેદના હોય. વૈક્રિય – નારકીના જીવ એક કે ઘણા રૂપોની વિક્વણા કરી શકે છે. ૧ થી ૫ નરક સુધી સંખ્યાત, સંબદ્ધ અને સરખા રૂપોની વિક્વણા કરી શકે છે. વૈક્રિયથી અનેક પ્રકારના શસ્ત્રો બનાવીને એક બીજાને પરસ્પર અત્યંત ત્રાસ ઉપજાવે છે.
છઠ્ઠી-સાતમી નરકમાં વૈક્રિયથી છાણના કીડાની સમાન નાના નાના વજમુખી કિડાની વિક્વણા કરે છે અને એક બીજાના શરીરમાં પ્રવેશ કરીને તેના શરીરને અંદરથી કોતરીને ખોખરું ચાળણી જેવું કરી નાંખે છે. આ પ્રમાણે પરસ્પર પ્રગાઢ વેદના ઉત્પન્ન કરે છે. સુધા આદિ વેદના હેતુ ઉપમાઓ – નારકીને ભૂખ-તરસની વેદના એટલી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
WYN)