________________
તત્ત્વશાસ્ત્ર: પરિશિષ્ટ-૧ઃ ગુણસ્થાન સ્વરૂપ
ર૪૧ | જીવો પણ નિયમા આરાધક હોય છે, તે જીવો પણ નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી અને ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે સંસારમાં રહેતા પણ નથી.
ચોથા ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ કરવાવાળા જીવો માટે પણ એ જ ઉપર કહેલ નિયમ છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં કાળ કરનાર માટે એવો નિયમ લાગતો નથી. જો આ ગુણસ્થાનમાં મરનાર ક્ષાયિક સમકિતવાળા હોય તો ત્રીજા કે ચોથા ભવે નિયમથી મોક્ષે જાય છે.
ચોથા ગુણસ્થાનના ઉપશમ સમકિતવાળા જીવો માટે બે મત છે. (૧) તે નિયમથી પહેલા ગુણસ્થાનમાં જાય છે. (૨) ઉપશમ સમકિતથી ક્ષયોપશમ સમકિતમાં ચાલ્યા જાય છે. આ બંને માન્યતાઓ અપેક્ષાથી ચાલે છે. આગમથી ચિંતન કરતાં ઉપશમ સમકિતની બંને અવસ્થાઓ સ્વીકાર કરવા યોગ્ય છે અર્થાત્ ઉપશમ સમકિતવાળા જીવ મિથ્યાત્વમાં પણ જાય અને ક્ષયોપશમ સમકિતમાં પણ જઈ શકે છે.
ગુણસ્થાનોના વિશેષ સ્વરૂપ માટે ચાર્ટમાં રપ દ્વારથી વર્ણન કરવામાં આવ્યું છે.
'ગુણસ્થાનના ચાર્ટ સંબંધી નોંધ
(૧) પરીષહ- આઠમા ગુણસ્થાનમાં દર્શન પરીષહ હોતો નથી. નવમાં ગુણસ્થાનમાં અરતિ, ભય, જુગુપ્સા આ ત્રણ મોહનીય કર્મની પ્રકૃતિ નહીં હોવાથી– અરતિ, નિષદ્યા, અચલ આ ત્રણ પરીષહ હોતા નથી. (૨) સમુદ્યાત-૧૦, ૧૧, ૧૨ ગુણસ્થાનમાં સમુદ્દાત હોય નહીં, આ ભગવતી શ.-૨૫, ઉ.-૬, ૭થી સ્પષ્ટ થાય છે. અનુત્તર વિમાનમાં અપ્રમત(સાતમાં) ગુણસ્થાનવાળા જ જાય છે માટે સાતમા ગુણસ્થાન સુધી મરણ સમુદ્યાત હોય છે. શ્રેણી પછીના ગુણસ્થાનોમાં આ સમુદ્ઘતો હોતા નથી એવું ફલિત થાય છે. (૩) આઠ થી ૧૨ ગુણસ્થાન સુધી ઉત્કૃષ્ટ અનેક સો જીવ મળી શકે છે. એક સમયમાં પ્રવેશ કરનારાની ઉત્કૃષ્ટ સંખ્યા ૫૪ આદિ કહી છે પરંતુ અંતર્મુહૂર્તની સ્થિતિમાં બીજા પણ ૫૪ આદિ આવી શકવાથી અનેક સો ની સંખ્યા થઈ જાય છે. ૧૪મા ગુણસ્થાનમાં પણ એમ જ સમજવું. ૧૩માની સ્થિતિ ઘણા વર્ષોની હોવાથી તે ગુણસ્થાન શાશ્વત છે માટે તેમાં અનેક કરોડ કેવલી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org