________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહીનામાં ઓછામાં ઓછા પૌષધ કરે છે.
૨૩૪
જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાંવિશારદ—કોવિદ–બહુશ્રુત થઈ દેવો સાથે પણ વાદવિવાદ કરી વિજય પ્રાપ્ત કરવા યોગ્ય થઈ શકે છે. પોતાના ધર્મમાં એવી દૃઢ આસ્થાવાળા બને છે કે દેવ દાનવની સંપૂર્ણ શક્તિથી યુક્ત કષ્ટ સહેવા છતાં વિચલિત થતા નથી.
આ ગુણસ્થાનવર્તી જીવ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. દીક્ષા લેનારના હાર્દિક સહયોગી થાય છે, દીક્ષિત શ્રમણ નિગ્રંથોના હાર્દિક સ્વાગત ભક્તિ વિનય વંદના કરે છે અને તેની પર્યુપાસના સેવા કરે છે. ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભેષજ, મકાન, પાટ આદિનું નિર્દોષ દાન દઈને પ્રતિલાભિત કરે છે. શ્રમણ નિગ્રંથોને જોઈને જ, તેના દર્શન થતાં જ તેના આત્મામાં પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે. તેથી આ ગુણસ્થાનવાળાને શ્રમણ+ઉપાસક = શ્રમણોપાસક એવું સાર્થક નામ આપેલું છે.
આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવ રૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે, અન્ય કોઈ પણ ગતિ કે દંડકમાં જતા નથી. વૈમાનિકમાં પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે.
આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર અને આઠ ભવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે. આ ગુણસ્થાન છૂટવાના અનેક રસ્તા છે– (૧) ઉપરના ગુણસ્થાનોમાં જવું (૨) મિથ્યાત્વઆદિ રૂપે નીચે જવું (૩) આયુષ્ય પૂર્ણ થવાથી સ્વતઃ આ ગુણસ્થાન છૂટી જવું અને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરવું. આયુષ્ય સમાપ્ત થવાથી આ ગુણસ્થાનવાળા દેવલોકમાં જાય છે અને ત્યાં પાંચમા આદિ ઉપરના ગુણસ્થાનોનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચોથું ગુણસ્થાન આવી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષોની હોય છે અર્થાત્ આખા ભવ સુધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિમાં જ સંશી જીવોના પર્યાપ્તમાં આ ગુણસ્થાન હોય છે. તિફ્ળલોકના અઢી દ્વીપમાં મનુષ્ય, તિર્યંચોને આ ગુણસ્થાન હોય છે અને અઢી દ્વીપની બહાર માત્ર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે અને તિર્યંચની અપેક્ષાએ અસંખ્ય હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા કે મરનારા ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org