________________
| તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ર૦૧
૩. વેદનીય કર્મ બાંધતા થકા સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે અથવા ચાર વેદે. સાત કર્મ વેદવાવાળા અશાશ્વત છે તેથી ત્રણ ભંગ થાય છે, બાકી ર૩ દંડકમાં વેદનીય કર્મ બાંધતા થકા આઠ કર્મ વેદે છે. વિશેષ – દશમાં ગુણસ્થાન સુધી આઠે કર્મોનું વેદના નિયમથી હોય છે તેથી ર૩ દિંડકમાં તો કોઈ વિકલ્પ જ નથી. સાત કર્મોનું વેદન ૧૧મા ૧રમાં ગુણસ્થાનમાં હોય છે. આ ગુણસ્થાન મનુષ્યમાં જ હોય છે. બંને ગુણસ્થાન અશાશ્વત હોવાથી સપ્તવિધ વેદક અશાશ્વત હોય છે, તેથી ત્રણ ભંગ બને છે.
ચાર વિધવેદક કેવળી હોય છે. જેમાં ૧૩મું, ૧૪મું ગુણસ્થાન છે. તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી ચારવિધબંધક શાશ્વત હોય છે.
છવ્વીસમુંઃ કર્મવેદબંધ પદ
જ્ઞાનાવરણીય આદિ કર્મ વેદતા થકા જીવ કેટલી પ્રકૃતિનો બંધ કરે છે તે આ પદનો વિષય છે. જેને વેદતો બાંધે નામથી કહેવામાં આવે છે. નારકી આદિ ૧૮ દંડક – આઠે કર્મ વેદતા થકા નારકી આદિ એક જીવ સપ્તવિધબંધક હોય છે અથવા અવિધબંધક અનેકજીવની અપેક્ષા અષ્ટવિધબંધક અશાશ્વત હોવાથી ત્રણ ત્રણ ભંગ થાય છે. પાંચ સ્થાવર :- આઠે કર્મ વેદતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે; અનેક જીવની અપેક્ષા ઘણા સપ્તવિધબંધક અને ઘણા અષ્ટવિધબંધક હોય છે. મનુષ્ય :- જ્ઞાનાવરણીય કર્મ વેદતાં એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એક વિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા સપ્તવિધબંધક શાશ્વત છે અને શેષ(બાકી) ત્રણબંધક અશાશ્વત છે. ત્રણ અશાશ્વતના ૨૭ ભંગ થાય છે. ભંગોનું સ્પષ્ટીકરણ સોળમાં પદથી સમજી લેવું. આ પ્રકારે દર્શનાવરણીય અને અંતરાય કર્મને વેદતો બાંધેનું વર્ણન છે.
વેદનીય કર્મવેદતા થકા એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક અથવા અબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષાએ ત્રણબંધક અશાશ્વત છે. સપ્તવિધબંધક અને એકવિધબંધક શાશ્વત છે. ત્રણબંધક અશાશ્વત હોવાથી ર૭ ભંગ થાય છે. ભંગોનું સ્પષ્ટીકરણ સોળમાં પદથી સમજી લેવું. આ જ રીતે આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનું કથન છે.
મોહનીય કર્મવેદતા થકાએક મનુષ્ય સપ્તવિધબંધક અથવાઅષ્ટવિધબંધક અથવા પવિધબંધક હોય છે અનેક મનુષ્યની અપેક્ષા ૯ ભંગ થાય છે કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org