________________
૧૮૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નિયમા હોય છે. દેશ વિરતિ શ્રાવકને અથવા કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન કરનારાને ચોથી, પાંચમી ક્રિયા હોતી નથી, ત્રણ ક્રિયા જ હોય છે.
મનુષ્ય અને સમુચ્ચય જીવમાં પાંચે ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત ૧–ર–૩–૪ યા –પ અથવા અક્રિય પણ હોય છે. ક્રિયામાં ક્રિયાની નિયમા ભજનો – કમ | કિયા
નિયમો
ભજના આરંભિકી
ત્રીજી બીજી, ચોથી, પાંચમી પરિગ્રહિકી પહેલી, ત્રીજી ચોથી, પાંચમી માયાપ્રત્યયિકી અપ્રત્યાખ્યાન પહેલી, બીજી, ત્રીજી પાંચમી મિથ્યાદર્શન
ચારે અક્રિયા
નહીં
ચારે
x
નહીં
પાપ સ્થાનોની વિરતિ તેમજ કર્મબંધ:વિરતિ – છાષડ) જીવનીકાય આદિ જે દ્રવ્યોમાં પાપ કરાય છે, પાપની વિરતિ પણ તેની જ અપેક્ષાએ હોય છે. અર્થાત્ ૧૫ પાપની વિરતિ સર્વદ્રવ્યોની અપેક્ષાએ હોય છે અને હિંસા, અદત્ત, મૈથુન આ ત્રણનીવિરતિ ક્રમશઃ છ કાયા, ગ્રહણ-ધારણ યોગ્ય પદાર્થ તેમજ રૂપ અને રૂપસહગત પદાર્થોની અપેક્ષાએ હોય છે.
અહીં વિરતિ ભાવ સર્વ વિરતિની અપેક્ષાએ છે, તેથી મનુષ્ય સિવાય ર૩ દંડકમાં ૧૭ પાપથી વિરતિ હોતી નથી. ૧૮માં મિથ્યાત્વ પાપથી વિરતિ પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં નથી, શેષ ૧૬ દંડકમાં છે અર્થાતુ નારકી, દેવતા, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં મિથ્યાત્વથી વિરતિ સમ્યગ્દષ્ટિ જીવોની હોય છે. ૧૭ પાપથી વિરતિ સંયત મનુષ્યને જ હોય છે. કર્મબંધ:- મિથ્યાદર્શનથી વિરત ત્રેવીસ દંડકના જીવ કોઈ આઠ કર્મ બાંધનારા હોય છે અને કોઈ સાત કર્મ બાંધનારા હોય છે. ૧૮ પાપના ત્યાગવાળા મનુષ્ય :- (૧) સાત કર્મ બાંધનારા, (ર) આઠ કર્મ બાંધનારા, (૩) છ કર્મ બાંધનારા, (૪) એક કર્મ બાંધનારા અને (૫) અબંધક પણ હોય છે.
સાત કર્મબંધક–આયુષ્ય કર્મ નથી બાંધતા, આઠ કર્મબંધક–બધા કર્મ બાંધે છે. છ કર્મબંધક–આયુષ્ય અને મોહકર્મ નથી બાંધતા(દસમું ગુણસ્થાન), એક કર્મબંધક–વેદનીય કર્મ બાંધે છે(૧૧-૧૨-૧૩મું ગુણસ્થાન), અબંધક– કોઈ પણ કર્મ બાંધતા નથી (૧૪મું ગુણસ્થાન).& Personal Use Only
Jain Education International
www.jainelibrary.org