________________
૧૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૩. સલેશી નૈરયિકમાં વેદના સમાન હોતી નથી, સંજ્ઞીભૂતમાં અને સમ્યગ્દષ્ટિમાં વેદના વધારે હોય છે. અસંજ્ઞીભૂતમાં અને મિથ્યાદષ્ટિમાં ઓછી વેદના હોય છે.
દેવતાઓમાં આ જ રીતે કથન છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં બધા અસંજ્ઞીભૂત હોવાથી વેદના સમાન છે. સંજ્ઞી તિર્યંચ મનુષ્યની વેદનાનું કથન નરકની સમાન છે. ૪. સલેશી નૈરયિકોમાં "ક્રિયા" સમાન હોતી નથી, કારણ કે સમ્યગ્દષ્ટિમાં આરંભિકા આદિ ૪ ક્રિયા હોય છે, મિથ્યાદૃષ્ટિમાં પાંચ ક્રિયા હોય છે.
દેવામાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં એ જ પ્રકારે છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં પાંચ ક્રિયાઓ સમાન છે. મનુષ્યમાં મિથ્યાષ્ટિમાં પાંચ ક્રિયા, સમ્યગ્દષ્ટિમાં ચાર ક્રિયા, દેશવિરતિમાં ત્રણ ક્રિયા, સર્વવિરતિમાંરક્રિયા, અપ્રમત્ત સંયતમાં ૧ ક્રિયા, વીતરાગમાં અક્રિયા. ૫. સલેશી નૈરયિકોમાં બધાના આયુષ્ય સમાન હોતા નથી, કારણ કે તે ઓછા અધિક આયુષ્યવાળા હોય છે. પૂર્વોત્પન, નૂતનોત્પન પણ હોય છે. તેથી સર્વ નૈરયિકોમાં આયુષ્યના સમવિષમ સંબંધી ચાર ભંગ હોય છે–
૧. કોઈ સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન. ૨. કોઈ સમાન આયુષ્યવાળા પરંતુ અલગ સમયમાં ઉત્પન્ન. ૩. કોઈ અસમાન આયુષ્યવાળા સાથે ઉત્પન્ન. ૪. કોઈ અસમાન આયુષ્યવાળા અને અલગ અલગ સમયમાં ઉત્પન્ન. આ રીતે બધા દંડકમાં નરકની સમાન આયુષ્ય કહેવું. કૃષ્ણ વેશ્યાવાળાઃ- નારકોમાં સંજ્ઞી અને અસંજ્ઞીનો વિકલ્પ ન કહેવો. મનુષ્યમાં અપ્રમત્ત આદિ આગળના વિકલ્પ ન કરવા. જ્યોતિષી વૈમાનિકનું કથન જ ન કરવું કારણ કે તેનામાં આ લેશ્યા નથી. નીલ લેશ્યાવાળા – કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે. કાપોત લેશ્યાવાળા - કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે પરંતુ નરકમાં સંશી અસંજ્ઞીનો વિકલ્પ કહેવો. તેજો વેશ્યાવાળા – નારકી, તેલ, વાયુ, ત્રણ વિકસેન્દ્રિયનું કથન જ ન કરવું. દેવતાઓમાં સંજ્ઞીભૂત અસંજ્ઞીભૂતનો વિકલ્પ ન કહેવો. બાકીમાં સલેશીની સમાન કથન છે, મનુષ્યમાં અપ્રમત્ત સુધી કથન કરવું, આગળનું કથન ન કરવું. પદ્ય-શુક્લ લેશ્યાવાળા – મનુષ્ય,તિર્યચપંચેન્દ્રિય તેમજ વૈમાનિકનું કથન કરવું બાકમાં આ બંને લેશ્યા નથી. આનું સંપૂર્ણ કથન સલેશીની સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org