________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૧
સોળમું : પ્રયોગપદ.
આત્મા દ્વારા વિશેષરૂપથી પ્રકર્ષરૂપથી કરવામાં આવતા વ્યાપારને પ્રયોગ કહે છે. પ્રચલનમાં તેને યોગ કહે છે. અન્યત્ર આગમમાં પણ તેને યોગ કહેલ છે. માટે શબ્દ પ્રયોગના અંતર સિવાય યોગ અને પ્રયોગના અર્થ અને ભાવાર્થમાં કોઈ વિશેષ અંતર નથી. પ્રયોગ પંદરઃ- ૪ મનના, ૪ વચનના તેમજ ૭ કાયાના એમ ૧૫ પ્રયોગ છે. ૧૧મા ભાષા પદમાં સત્ય આદિ ચાર પ્રકારની ભાષા કહેવામાં આવી છે. તે જ ચાર પ્રકાર વચન યોગના છે તેમજ મન યોગના પણ ચાર પ્રકાર તે જ છે. માટે સત્ય, અસત્ય, મિશ્ર, તેમજ વ્યવહાર મન અને વચનના અર્થ ભાવાર્થ તે જ સમજવા. ભાષામાં બોલવાથી પ્રયોજન છે તેમજ મનથી તેના આશયના ભાવનું ચિંતન મનન કરવાનું છે. કાયાના સાત પ્રયોગ આ પ્રકારે છે. ઔદારિક કાયપ્રયોગ :- ઔદારિક શરીરની જે પણ બાહા તેમજ આત્યંતર હલન-ચલન, સ્પંદનરૂપ પ્રવૃત્તિઓ છે, તે ઔદારિક કાયપ્રયોગ છે. મનુષ્ય, તિર્યંચમાં બધા જીવોને આ પ્રયોગ હોય છે.
દારિક મિશ્ર કાયપ્રયોગ – ઔદારિક શરીર બનાવવા માટે તેના પહેલા આત્માનો જે વ્યાપાર(પ્રવૃત્તિરૂ૫) થાય છે, તે ઔદારિક મિશ્નકાય પ્રયોગ છે. તે કાર્મણની સાથે જન્મ સમયમાં ઔદારિક શરીર પૂરું ન બને ત્યાં સુધી હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિ પ્રયોગ પછી જ્યારે જીવ ફરી ઔદારિક શરીરમાં અવસ્થિત થાય છે ત્યારે તે વૈક્રિય અથવા આહારકની સાથે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ થાય છે. કેવળી સમુદ્ધાતના પ્રારંભમાં અને અંતમાં કામણની સાથે
દારિક મિશ્ર કાયપ્રયોગ હોય છે. વૈક્રિય કાયપ્રયોગ :- વૈક્રિય શરીરની હલન ચલન સ્પંદન રૂપ બાહ્ય તેમજ આત્યંતર પ્રવૃત્તિઓ થાય છે, તે વૈક્રિય કાયપ્રયોગ છે. નારકી-દેવતામાં સર્વ જીવોને આ પ્રયોગ હોય છે. કોઈ મનુષ્ય-તિર્યંચોને પણ કયારેક આ પ્રયોગ હોય છે. વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ – વૈક્રિય શરીર બનાવવાના પહેલા આત્માની પ્રવૃત્તિ રૂપ જે વ્યાપાર થાય છે, તેને વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ કહે છે. નારકી, દેવતાઓના જન્મ સમયમાં તે કાર્મણની સાથે હોય છે અર્થાત્ વૈક્રિય અને કાર્મણ બંને શરીરનો સહયોગી મિશ્રિત વ્યાપાર હોય છે. નારક, દેવમાં ઉત્તર ક્રિય કરતાં તેમજ મનુષ્ય, તિર્યંચમાં વૈક્રિય કરતા સમયે ઈચ્છિત રૂપ બન્યા પહેલાં આ પ્રયોગ થાય છે. આહારક કાય પ્રયોગ – ૧૪ પૂર્વધારી મુનિવરોના આહારક શરીરની જે બાહ્ય ગમનાગમન આદિ રૂપ પ્રવૃત્તિ હોય છે, તેને આહારક કાયપ્રયોગ કહે છે. તે ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org