________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
એના જેટલા આકાશપ્રદેશ હોય એને તુલ્ય છે. એવં દ્રવ્ય માપની અપેક્ષા આ ઔદારિક મુશ્કેલગ શરીર અભવ્યોની સંખ્યાથી અનંતગણા અને સિદ્ધની સંખ્યાના અનંતમાં ભાગ જેટલા હોય છે.
૧૪૬
વૈક્રિય બદ્રમુક્ત શરીર ઃ– ૧. વૈક્રિય, બઢેલક શરીર સંખ્યાથી અસંખ્ય, કાળથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય તુલ્ય; ક્ષેત્રથી ૧૪ રાજુ લાંબો અને વિભિન્ન પ્રમાણમાં પહોળો આ લોક છે. એને અગર કલ્પનાથી ઘન બનાવવામાં આવે, નક્કર એક પિંડ બનાવી દેવાય તો સાત રાજુ લાંબો પહોળો જાડો ધન બની જાય છે. જેનો એક પ્રતર પણ સાત રાજુનો લાંબો પહોળો અને એકપ્રદેશી જાડો થાય છે. તે પ્રતરની એક શ્રેણી સાત રાજુની લાંબી, એક પ્રદેશ પહોળી અને એક પ્રદેશ જાડી હોય છે. એક પ્રતરમાં આવી અસંખ્ય શ્રેણીઓ હોય છે અને તે ઘનમાં એવા અસંખ્ય પ્રતર હોય છે. એ સાત રાજુ પ્રમાણ એક શ્રેણીમાં અસંખ્ય આકાશ પ્રદેશ હોય છે. તે પણ અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીના સમય તુલ્ય હોય છે. વૈક્રિય શરીરના બઢેલક એવી અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય હોય છે. તે અસંખ્ય શ્રેણીઓ તે પ્રતરની શ્રેણીઓના અસંખ્યાતમાં ભાગ જેટલી સમજવી જોઈએ. અર્થાત્ સૂચિ(એક પ્રદેશી) પ્રતરથી અસંખ્યાતમાં ભાગની અસંખ્ય શ્રેણીઓના આકાશપ્રદેશને તુલ્ય વૈક્રિય શરીરના બઢેલક હોય છે.
૨. મુકકેલગ શરીર સંખ્યાથી અનંત છે, જેમનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળના કથનની અપેક્ષા ઔદારિકના મુશ્કેલગની સમાન છે. અર્થાત્ અનંતનું કથન સર્વે અપેક્ષાઓમાં સમાન હોવા છતાં પણ આ અનંત અનંતમાં પરસ્પર અંતર હોઈ શકે છે. અતઃ ઔદારિકના મુકકેલગથી આ ઓછા હોય છે.
૩. આહારક બદ્ઘ મુક્ત શરીર :- ૧. ઉપર બતાવવામાં આવ્યું છે કે લબ્ધિધારી મુનિરાજને જ આ શરીર હોય છે. અતઃ આહારકના બદ્ઘશરીર કયારેક હોય છે કયારેક હોતા નથી. જ્યારે હોય છે તો જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનેક હજાર હોઈ શકે છે. અર્થાત્ એકી સાથે ૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહમાં આહારક શરીર બનાવનારા મુનિરાજો ઉત્કૃષ્ટ ૫-૧૦ હજાર પણ હોઈ શકે છે.
૨. મુશ્કેલગ અનંત હોય છે. ક્ષેત્રકાળ આદિની કથન પદ્ધતિ ઔદારિકની સમાન છે તો પણ ઔદારિકથી ઘણા ઓછા હોય છે.
તૈજસ કાર્મણના બદ્રમુક્ત શરીર ઃ– તૈજસ કાર્પણ શરીર હંમેશાં સાથે રહે છે અને આત્માના મોક્ષ જવા વખતે આ બંને સાથે છૂટી જાય છે. ૧. એના બન્નેલક અનંત છે. ક્ષેત્ર આદિના કથન ઔદારિક મુશ્કેલગની સમાન છે. દ્રવ્ય માપની અપેક્ષાએ સર્વ સંસારી જીવોની સંખ્યા તુલ્ય છે, સિદ્ધોથી અનંતગણા છે અને સર્વ જીવોના અનંતમાં ભાગ(સિદ્ધો જેટલા) ન્યૂન છે. ૨. એના મુકકેલગ પણ અનંત છે. અનંતના ક્ષેત્ર, કાળના માપ એના જ બન્નેલકની સમાન છે. દ્રવ્ય માપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org