________________
૧૪.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
|| આ
બારમું બદ્ધ મુક્ત શરીર પદ
ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા સમસ્ત જીવ સશરીરી હોય છે. શરીર રહિત જીવ નિજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને સદેવ માટે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સંસારમાં રહેનારા જીવોને વિભિન્ન પ્રકારના અનેક શરીર હોય છે. આ શરીર કુલ પાંચ કહેલ છે– ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. કાર્પણ. (૧) ઔદારિક શરીર – ઉદાર = પ્રધાન શરીર કે સ્થૂલ શરીર અથવા વિશાલ શરીર. આ શરીર સંસારમાં અધિકતમ યાને અનંત જીવોને હોય છે. તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરુષોને પણ આ શરીર હોય છે, તેથી આ શરીરનું ઘણું મહત્ત્વ છે. આ શરીરના માધ્યમથી જ જીવ સંસાર સાગર તરીને પાર કરે છે. અર્થાત્ સંસારથી હંમેશ માટે મુક્તિને પ્રાપ્ત થાય છે. દેવો પણ આ શરીર યુક્ત જીવનની ઇચ્છા કરે છે. એવું આ ઔદારિક શરીર તિર્યચ, મનુષ્યને હોય છે. (ર) વૈક્રિય શરીરઃ- જે શરીર વિવિધ અને વિશેષ પ્રકારની ક્રિયા કરી શકે છે અર્થાતુ નવા-નવા રૂપ ધારણ કરી શકે છે, તે વિશેષ ક્રિયા કરનારું વૈક્રિય શરીર છે. આ શરીર નારક, દેવોને જન્મથી પ્રાપ્ત થાય છે, મનુષ્ય, તિર્યચોમાં પણ કોઈ કોઈને વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. વાયુકાયના જીવોને પણ આ શરીર, સ્વભાવથી પ્રાપ્ત થાય છે. (૩) આહારક શરીર – જિન પ્રરૂપિત કોઈ સ્થળોના પ્રત્યક્ષ દર્શનની જિજ્ઞાસાથી અથવા કોઈ તત્ત્વોમાં ઉત્પન્ન શંકાનું સમાધાન કરવા માટે આ શરીર બનાવવામાં આવે છે. આહારક લબ્ધિ સંપન્ન અણગારને આ શરીર હોઈ શકે છે. ૧૪ પૂર્વના જ્ઞાનીને આ આહારક લબ્ધિ પ્રાપ્ત હોય છે અને તે લબ્ધિ સંપન્ન અણગાર સર્વજ્ઞ વીતરાગ પ્રભુથી દૂરના ક્ષેત્રમાં હોય ત્યારે પ્રત્યક્ષીકરણ કરી તત્ત્વોના સમાધાન પ્રાપ્ત કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરી આહારક શરીરનું એક પૂતળું બનાવીને સર્વજ્ઞ પાસે મોકલે છે. તે પૂતળું જ આહારક શરીર છે. સમાધાન પ્રાપ્ત કરી તે પૂતળું પુનઃ પોતાના સ્થાને આવે છે. આ પ્રકારે આગમ વર્ણિત નંદીશ્વર દ્વીપ, મેરૂ પર્વત આદિ સ્થળોને પણ પ્રત્યક્ષ જોઈને તે આહારક શરીરનું પૂતળું પુનઃ આવી જાય છે. આવવું, જવું, જોવું, પૂછવું વગેરે સમસ્ત ક્રિયામાં તે આહારક શરીરને અંતર્મુહૂર્તનો સમય લાગે છે. કારણ કે આ આહારક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે, અવગાહના ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. (૪) તૈજસ શરીર:- આ શરીર ઔદારિક કે વૈકિય શરીરની સાથે રહે છે અને આહારની પાચનક્રિયાનું, રસ, રક્ત, ધાતુ આદિના નિર્માણ એવં સંચાલનનું કાર્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org