________________
| તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૩૧
(ર) અચરમ- જે પ્રદેશની સમકક્ષમાં બંને દિશામાં એક કે અનેક પ્રદેશ હોય તો તે તેમની અપેક્ષા અચરમ'(મધ્યમ) થાય છે. (૩) અવક્તવ્ય- જે પ્રદેશની સમકક્ષમાં અન્ય કોઈપણ પ્રદેશ ન હોય, અર્થાત્ તે ઉપર કે નીચે પોતાના પ્રતરમાં એકલો જ હોય, તો તે અવક્તવ્ય થાય છે. અસંયોગી દબંગ - ૧. ચરમ, ૨. અચરમ, ૩. અવક્તવ્ય, ૪. અનેક ચરમ, ૫. અનેક અચરમ, . અનેક અવક્તવ્ય. દ્વિ સંયોગી ૧૨ ભંગ - ૧. ચરમ એક, અચરમ એક, ૨. ચરમ એક, અચરમ અનેક, ૩. ચરમ અનેક, અચરમ એક, ૪. ચરમ અનેક, અચરમ અનેક; ૫. ચરમ એક અવક્તવ્ય એક, . ચરમ એક, અવક્તવ્ય અનેક, ૭. ચરમ અનેક, અવક્તવ્ય એક, ૮. ચરમ અનેક, અવક્તવ્ય અનેક; ૯. અચરમ એક, અવક્તવ્ય એક, ૧૦. અચરમ એક, અવક્તવ્ય અનેક, ૧૧. અચરમ અનેક, અવક્તવ્ય એક ૧૨. અચરમ અનેક, અવક્તવ્ય અનેક. ત્રણ સંયોગી ૮ ભંગ – ૧. ચરમ એક, અચરમ એક, અવક્તવ્ય એક, ૨. ચરમ એક, અચરમ એક, અવક્તવ્ય અનેક, ૩. ચરમ એક, અચરમ અનેક, અવક્તવ્ય એક, ૪. ચરમ એક અચરમ અનેક, અવક્તવ્ય અનેક; ૫. ચરમ અનેક, અચરમ એક, અવક્તવ્ય એક, ૬. ચરમ અનેક, અચરમ એક, અવક્તવ્ય અનેક, ૭. ચરમ અનેક, અચરમ અનેક, અવક્તવ્ય એક, ૮. ચરમ અનેક, અચરમ અનેક, અવક્તવ્ય અનેક. આ રીતે કુલ ૬+ ૧૨ + ૮ = ૨૬ ભંગ થાય છે. છવ્વીસ અંગોનું સ્વરૂપઃ(૧) ચરમ - દ્વિપ્રદેશી બંધ આદિ બે આકાશપ્રદેશ પર સમકક્ષમાં હોય તો એક ચરમ રૂપ આ ભંગ થાય છે. જો એક આકાશપ્રદેશ પર અનેક પ્રદેશ હોય તો પણ આ આકાશપ્રદેશની પ્રધાનતા હોવાથી એકજ ચરમ કહેવાય, તેથી બે આકાશપ્રદેશ પર સમકક્ષમાં રહેવાવાળા બધા સ્કંધ આ ભંગમાં ગણાય છે. (ર) અચરમ – અચરમનો મતલબ છે મધ્યમ, વચેટ, અચરમ કોઈ નથી હોઈ શકતો. તેથી આ ભંગ શૂન્ય છે, અર્થાત્ બધા સ્કંધોમાં આ ભંગનો નિષેધ છે. (૩) અવક્તવ્યઃ- પોતાની શ્રેણી, કક્ષ, પ્રતરમાં જે એકલો જ હોય તે અવક્તવ્ય છે. પરમાણુ તો સ્પષ્ટ જ અવક્તવ્ય છે. અન્ય સ્કંધોમાં પણ શેષ પ્રદેશ સમકક્ષમાં હોય અને એક પ્રદેશ એકલો અન્ય પ્રતરમાં ઉપર યા નીચે હોય તો તે પણ અવક્તવ્ય છે. પરંતુ તેની આ ત્રીજા ભંગમાં ગણતરી નથી. તેનો સંયોગી ભંગોમાં સમાવેશ થાય છે. ત્રીજો ભંગ તો ફક્ત પરમાણુમાં જ હોય છે અથવા કોઈ પણ ક્રિપ્રદેશ સ્કંધ આદિ એક આકાશપ્રદેશ પર રહે ત્યારે તે પણ અવક્તવ્ય નામક આ ત્રીજા ભંગમાં જ ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org