________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ભગવતી સૂત્રમાં પાંચ સ્થાવરના આહાર અણુસમય અવિરહ કહેવાયો છે. પરંતુ શ્વાસોશ્વાસ માટે વિમાત્રા શબ્દનો જ પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આગમકારને શ્વાસોશ્વાસનો વિરહ નથી બતાવવો પરંતુ એનું કાલમાન બતાવવું છે, જે ઔદારિકમાં વિમાત્રાવાળા છે.
૧૨૫
ત્યાં પણ (શ.-૧, ઉ.-૧માં) બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના શ્વાસોશ્વાસને માટે ફક્ત વિમાત્રા જ કહ્યું છે. આહાર માટે વિમાત્રા કહેવાની સાથે અસંખ્ય સમયના અંતમુહૂર્ત યાવત્ બે-ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે આગમમાં પણ ઔદારિક દંડકોના આહારનું અંતર સ્પષ્ટ છે. વ્યવહારમાં પણ આહારેચ્છામાં અંતર પડતું દેખાય છે. શ્વાસોશ્વાસ માટે આવું કાંઈ પણ અંતર ઔદારિક દંડકોમાં આગમમાં બતાવ્યું નથી અને પ્રત્યક્ષમાં પણ કોઈના શ્વાસોશ્વાસમાં એવું કંઈ અંતર દેખાતું નથી.
આથી પ્રત્યક્ષ અનુભવાનુસાર પણ શ્વાસનું મંદ હોવું સહજ સમજમાં આવી શકે છે. પરંતુ થોડા થોડા સમયો માટે આહારેચ્છાની સમાન રોકાઈ જવું, થોભી જવું અથવા વિલંબિત થવું, અંતર પડવું, એ સહજ સમજમાં આવી શકતું નથી. સમવાયાંગ ટીકામાં એવં પ્રજ્ઞાપના ટીકામાં શ્વાસોશ્વાસના આ કાલમાનને અંતર યા વિરહ કહેવાયું છે. જેનો આશય એ છે કે ૭ લવ, ૧ પક્ષ કે ૩૩ પક્ષ સુધી દેવ શ્વાસ ક્રિયા વગરના રહે છે. આટલો સમય વિતાવ્યા પછી શ્વાસોશ્વાસ લે છે પછી ૩૩ પક્ષ સમય સુધી રોકાઈ જાય છે. આગમ પ્રકાશન સમિતિ બ્યાવર પ્રકાશિત વિવેચન યુક્ત પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ટીકાનું અનુસરણ કરતા અર્થ વિવેચન કરાયું છે. એ રીતે શ્વાસ ક્રિયાને આભોગ આહાર ક્રિયાની સમાન પદ્ધતિરૂપે સ્વીકાર કરાયો છે.
આપણે દેવોનો તો કોઈ પણ અનુભવ કરી શકતા નથી. પરંતુ પૃથ્વી તળ પર રહેલા તિર્યંચ-મનુષ્યોનો અનુભવ કરી શકાય છે અને તે અનુભવથી તો નિઃસંકોચ કહી શકાય છે કે શ્વાસ ક્રિયા આભોગ આહાર ક્રિયાની સમાન અંતરની પદ્ધતિવાળી થઈ શકતી નથી.
આ વ્યવહાર અનુભવ દૃષ્ટિથી એવું આગમ આશયની ઉપરોક્ત અપેક્ષાએ દેવગણોની એક શ્વાસોશ્વાસની ક્રિયા ૭ થોવ, મુહૂર્ત, પક્ષ આદિ સમયમાં પૂર્ણ થાય છે. એટલી શાંત મંદ મંદતમ ગતિથી દેવ શ્વાસ લે છે અને છોડે છે. નારકી જીવ શીઘ્ર શીવ્રતમ ગતિથી શ્વાસ લે છે તથા છોડે છે. મનુષ્ય-તિર્યંચ મધ્યમ ગતિ યા વિમાત્રા એ(કયારેક મંદગતિએ તો ક્યારેક તીવ્ર ગતિએ) શ્વાસ લે છે અને છોડે છે પરંતુ કોઈ પણ જીવ આહારની સમાન થોડા-થોડા સમયના અંતરે શ્વાસ ક્રિયા કરતું નથી.
સંક્ષેપમાં– શ્વાસોશ્વાસની સંપૂર્ણ પ્રક્રિયા એટલે શ્વાસ લેવો, રોકવો ને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International