________________
ક્રિયા-૮ : હાથ માટે : (૧) હાથ સામે સીધા રાખી સૌ પ્રથમ આંગળીઓને ઉપર-નીચે કરો. (૨) બધી આંગળીઓ ખેંચો - ઢીલી છોડો. (૩) હથેળીને ઉપર-નીચે કરો. (૪) અંગુઠો અંદર કરી મુઠ્ઠી બંધ રાખી બંને બાજુ ગોળ-ગોળ ફેરવો. (૫) હાથ સીધા રાખી ખભા પર લગાવો અને સીધા કરો. (૬) બંને હાથને ક્રમવાર બંને બાજુ ગોળ-ગોળ ફેરવો (૭ થી ૮ વખત)
ક્રિયા-૯ : પેટ માટે : (૧) સીધા ઊભા રહી, શ્વાસ ઝડપથી લો - પેટ ફૂલે, શ્વાસ છોડો - પેટ અંદર જાય. (૨) ૩૦ ડિગ્રીનો ખૂણો બનાવી શ્વાસ લો અને છોડો. (૩) ૩૦ ડિગ્રીનો ખૂણો બનાવી શ્વાસ બહાર રોકી, પેટને અંદર બહાર કરો. (૪) બંને પગને એકથી દોઢ ફૂટ ખુલ્લા કરી, ખુરશીનો આકાર બનાવો. શ્વાસ બહાર રોકીને પેટને ધીરે ધીરે અંદર બહાર કરો. (દરેક ક્રિયા ૮ થી ૧૦ વખત)
ક્રિયા-૧૦ : કમર માટે : (૧) સીધા ઊભા રહી, જમણો ાથ ઉપર કરો, શ્વાસ ભરો. શ્વાસ છોડતી વખતે કમરને ડાબી બાજુ નમાવો, શ્વાસ ભરતી વખતે કમર સીધી કરો, શ્વાસ છોડતી વખતે હાથ નીચે લાવો. આવી જ રીતે ડાબા હાથથી પણ કરો. (૩ વખત) (૨) હાથ-કમર અને ગરદનને રોકાયા વિના બંને તરફ ગોળ-ગોળ ફેરવો. (૭ થી ૮ વખત) (૩) શ્વાસ ભરી, હાથ ઉપર લઈ જાઓ, ગરદન ઉપર કરો, શ્વાસ છોડતી વખતે કમરને વાંકી વાળો. ઢીંચણ સીધા રાખી હાથથી પગના પંજાને પકડો, નાક ઢીંચણ પર લગાવવાનો પ્રયત્ન કરો, શ્વાસ ભરી પાછા હાથ ઉપર કરો, શ્વાસ છોડતી વખતે સામાન્ય સ્થિતિમાં આવો. (૩ વખત) ક્રિયા-૧૧ : ઢીંચણ માટે : (૧) બંને હાથ કમર ઉપર રાખી, શ્વાસ છોડતી વખતે ઢીંચણથી વાંકા વળો, શ્વાસ ભરતી વખતે ઢીંચણને સીધા કરો. (૨) બંને હાથ ઢીંચણ પર મૂકી, ઢીંચણને બંને બાજુએ ગોળ-ગોળ ફેરવો (૫ - ૫ વખત) ક્રિયા-૧૨ : પગ માટે : વારાફરતી પગની એડીને પાછળ નિતમ્બ (જાંઘ) પર લગાઓ ( ૧૦ થી ૧૫ વખત) ક્રિયા-૧૩ : કાયોત્સર્ગ : સમગ્ર શરીરને સ્થિર કરી, આંખો બંધ કરી, શરીરને ઢીલું છોડો.
સંકલ્પ-૧
(૧) હું શક્તિશાળી છું. શરીરના કણ કણમાં શક્તિનો સંચાર થઈ રહ્યો છે.
(૨) હું સ્વસ્થ છું. શરીરના કણ કણમાં સ્વાસ્થ્યનો સંચાર થઈ રહ્યો છે.
(૩) હું પ્રસન્ન છું. શરીરના કણ કણમાં પ્રસન્નતાનો સંચાર થઈ રહ્યો છે. (૪) હું પવિત્ર છું. શરીરના કણ કણમાં પવિત્રતાનો સંચાર થઈ રહ્યો છે. સંકલ્પ-૨
હું ચૈતન્યમય છું. હું આનંદમય છું. હું શક્તિમય છું. મારી અંદર અનંત ચૈતન્યનો, અનંત આનંદનો, અનંત શક્તિનો સાગર લહેરાઈ રહ્યો છે. તેનો સાક્ષાત્કાર કરવો એ મારા જીવનનું લક્ષ્ય છે. ૐ શાંતિ... શાંતિ... શાંતિ...
પ્રશ્ન-૧ : આસન, યૌગિક ક્રિયા અને વ્યાયામમાં શો તફાવત છે ?
પ્રશ્ન-૨ : પ્રાણાયામ એટલે શું ? બંધ સાથે તેનો શો સંબંધ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org