________________
' છે. પ્રેક્ષાદ્યાન - અન્તર્યાત્રા
A
વ્યક્તિત્વવિકાસના મુખ્ય ત્રણ ઘટકો છે (૧) જ્ઞાનનો વિકાસ (૨) શક્તિનો વિકાસ અને (૩) અંતર્મુખતાનું જાગરણ. અન્તર્યાત્રાના પ્રયોગથી જ્ઞાનચેતના જાગૃત થાય છે, શક્તિનું ઉદ્દઘાટન થાય છે અને વ્યક્તિનું ચિત્ત ભૌતિક આકર્ષણોથી મુક્ત થઈ અંતર્મુખી બને છે. અંતર્યાત્રા એટલે શું?
મનુષ્ય અનાદિ કાળથી પોતાને ભૂલીને જ જીવ્યો છે. બાહ્ય જગતમાં જ જીવ્યો છે. કયારેય પોતાના ઘરમાં આવ્યો નથી. ક્યારેય પોતાને ઓળખી શક્યો નથી. પોતાને ઓળખવાની કલા એટલે અંતર્યાત્રા.
ચિત્ત અને પ્રાણનું ઇડા (પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ) કે પિંગલા (સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ)માં જવું એનું નામ - બહિર્યાત્રા. ચિત્ત અને પ્રાણનું ઇડા તથા પિંગલાથી હટી સુષુમ્મામાં પ્રવેશ કરવો તેનું નામ “અંતર્યાત્રા”.
• ઈડા - Left - ચંદ્રસ્વર Negative - ઠંડો - નિષ્ક્રિય • પિંગલા - Right - સૂર્યસ્વર Negative - ગરમ - સક્રિય
o સુષષ્ણ - ઇડા અને પિંગલા બન્નેની વચ્ચે ચિત્તની યાત્રા મહત્ત્વ : પ્રેક્ષાધ્યાન સાધનાનું પહેલું ચરણ કાયોત્સર્ગ અને બીજું ચરણ અન્તર્યાત્રા છે. મગજ પછી શરીરમાં સૌથી વધુ મહત્ત્વ
ડિરજજુનું, કારણ કે તેમાં જ ચેતનાનાં કેન્દ્રો સમાયેલાં છે. આત્માનું શરીરમાં અભિવ્યક્ત થવાનું સ્થાન પણ આ જ છે કુંડલિનીનું સ્થાન એ પણ શક્તિકેન્દ્ર એટલે કે મૂલાધાર ચક્ર (કરોડરજજુનો નીચેનો ભાગ) છે.
માનવીની તમામ શક્તિઓ શક્તિકેન્દ્રમાં સુષપ્ત પડી છે. ચેતનાનું નીચે સક્રિય રહેવું એટલે અસંયમ - વાસના, હિંસા, ઉત્તેજનાને પ્રોત્સાહન આપવું અને ચેતનાનું ઊર્ધ્વગમન એટલે જ્ઞાન, સંયમ, આત્માનુભૂતિમાં પ્રવેશ કરવો. મનુષ્યમાં જ એ શક્તિ છે કે તે પોતાની નીચેની શક્તિને સાધના દ્વારા ઊર્ધ્વગામી બનાવી શકે છે અને એ સાધના એટલે “અંતર્યાત્રા”.
લાભ : (૧) સૂતેલી શક્તિઓનું જાગરણ થાય છે. (૨) ચેતનાનું ઊધ્વરોહણ થાય છે. (૩) ચક્રોનું શુદ્ધીકરણ થાય છે.
(૪) શારીરિક ક્ષમતાનો વિકાસ થાય છે.. (૫) શક્તિના સંયમથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે. (૬) નિર્ભયતાથી સમાધાન કરવાની શક્તિ વધે છે.
(૭) આધ્યાત્મિકતાનો ભાવ પ્રગટ થાય છે. (૮) જીવનનું રૂપાંતરણ થાય છે. અન્તર્યાત્રા કેવી રીતે કરવી? : ચિત્તને શક્તિકેન્દ્ર પર એકાગ્ર કરી સુષષ્ણામાં થઈ તેને ઉપર જ્ઞાન કેન્દ્ર સુધી લઈ જાઓ. ફરી એ જ માર્ગેથી ચિત્તને નીચે લઈ આવો. આવી રીતે ૫ થી ૧૫ મિનિટ સુધી કરી શકાય. થોડો અભ્યાસ થયા પછી શ્વાસ સાથે પણ કરી શકાય. શ્વાસ છોડો ત્યારે ચિત્તને નીચેથી ઉપર લઈ જાઓ અને શ્વાસ લ્યો ત્યારે ચિત્તને ઉપરથી નીચે લાવો..... ઉદાહરણ : અંતર્યાત્રા વિધિને કૂવામાંથી પાણી બહાર કાઢવાની વિધિ સાથે સરખાવી શકાય. પાણી કાઢવા માટે ત્રણ વસ્તુની જરૂર છે : (૧) રસ્સી - સ્વાસરૂપી દોરડું (૨) બાલદી - ચિત્તરૂપી બાલદી (૩) કૂવો, પાણી - શક્તિ, vital energy....
ચિત્તરૂપી બાલદીને શ્વાસરૂપી દોરડા વડે શક્તિરૂપી કૂવામાંથી પાણી રૂપી vital energyને ઉપર લાવવાની ક્રિયા તે અંતર્યાત્રા. પ્રશ્નઃ અન્તર્યાત્રા એટલે શું? સાધનાના માર્ગમાં તેનું શું મહત્ત્વ છે? તમારી ભાષામાં લખો.
શાનક, [ ટી]
-કરોડરજુ 28 - સુષુમણા.
Il Right 17 પિંગુલા
શક્તિકેન્દ્ર
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org