________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૫૯ ભેદ માનીશું નહીં.” તેમની આ અજ્ઞતા દૂર કરવા માટે હવે કહે છે
भाष्यं ॥ एएसिं भयाणं, उवल कखणमेव वनिया तिविहा । हरिभद्रसूरिणा विहु, वंदण पंचासए एवं ॥१६५॥ णवकारेण जहन्ना, दंडय थुइ जुअल मज्झिमा नेया । संपुन्ना उक्कोसा, विहिणा, खलु वंदणा तिविहा ॥१६६॥णवकारेण जहन्ना जहन्नयजहन्निया इमाकखायो । दंडयएगथुईए, विनेया मज्झमज्झमिया ॥१६७॥ संपुन्ना उक्कोसा उक्कोसुक्कोसिया इमा सिट्ठा । उवलक्खणं खु एयं, दोण्हं दोण्हं सजाईए ॥१६८॥ ભાવાર્થ:- તે પૂર્વોક્ત નવભેદોના ઉપલક્ષણરૂપ ત્રણભેદ ચૈત્યવંદનાના વંદના પંચાશકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ કથન કર્યા છે દિપા
તેમાં એક તો નમસ્કાર માત્ર કરવાથી જધન્ય ચૈત્યવંદના ૧૫, બીજી એક દંડક અને એક સ્તુતિ એ બંનેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના જાણવી. |રા ત્રીજી સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. (૩) વિધિ દ્વારા વંદના ત્રણ પ્રકારની છે. ૬૬
નમસ્કાર માત્ર કરીને જે જધન્ય વંદન (ઉપર) કહી છે, તે જધન્ય વંદનાનો પ્રથમ જઘન્યજઘન્ય ભેદ કહ્યો છે.
બીજી જે એક દંડક અને એક સ્તુતિથી મધ્યમ ચૈત્યવંદના કહી છે, તે મધ્યમ ચૈત્યવંદનાનો બીજો મધ્યમ મધ્યમ ભેદ કહ્યો છે.રા
“સંપૂર્ણ ઉત્કૃષ્ટ' - આ પાઠથી જે ઉત્કૃષ્ટ કહી છે. તેનો ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ત્રીજો ભેદ કહ્યો છે. આ ત્રણે ઉપલક્ષણ રૂપ ભેદ કહેવાથી શેષ એક એક વંદનાના સ્વજાતીય બે બે ભેદ પણ ગ્રહણ કરવા આ પ્રમાણે ચૈત્યવંદનાના સર્વે નવભેદ પંચાશકજીની ગાથાઓથી સિદ્ધ થાય છે. ૬૭-૬૮મા
આ શ્રીહરિભદ્રસૂરિજી જૈનમતમાં સૂર્યસમાન હતા અને ઉત્તરાધ્યયજીની બ્રહવૃત્તિના કર્તા શ્રી શાંતિસૂરિજી મહાપ્રભાવક હતા. તે બંને પૂજ્યોના રચેલા પ્રકરણ અને ભાષ્યોને જે કોઇ જૈન નામ ધરાવીને પ્રમાણિત ન માને, તેને મિથ્યાદષ્ટિ માનવામાં કોઇપણ જૈન નામ ધરાવતા ભવ્યોને શંકા હોઇ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org