________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
મૂળ ગ્રંથની પ્રસ્તાવના
(૧) અનાદિકાલથી પ્રચલિત પરમપવિત્ર જૈનમત છે, આ સૌ કોઈ જૈનોને ખબર છે. છતાં પણ આ હુંડા અવસર્પિણી કાલમાં ભસ્મગ્રહાદિ અશુભ નિમિત્તો ભેગા થવાથી અશુભ મિથ્યાત્વ-મોહાદિ નિબિડ કર્મોના ઉદયવાળા ઘણા જીવો હોય છે. તે ભારેકર્મી જીવોમાં કેટલાક તો પોતાના કદાગ્રહપ્રિય સ્વભાવથી, તો કેટલાક જીવો પરલોકનો ભય ન હોવાથી પોતાના મુખમાંથી જે કોઇ પ્રવચન નિકળ્યું તેને સત્ય કરવા માટે અસત્ય પ્રપંચોનો પણ આશરો લેતા હોય છે. વળી કેટલાક તો બીજાની ઈર્ષ્યાથી તેને અસત્ય પુરવાર કરવા માટે અને પોતાનું નામ આગળ કરવા માટે પોતાનો પ્રભાવ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે.
વળી કેટલાક પોતાનો ભક્તવર્ગ ઉભો કરવા પણ મતભેદો ઉભા કરતા હોય છે.
આવા બીજા અનેક વિચિત્ર કારણોથી આ શુદ્ધ આત્મધર્મ પ્રકાશક જૈનમતની નામથી પણ પ્રસ્તુત અનેક પ્રકારના પુરુષોએ અનેક પ્રકારના મત આજ સુધી ઉભા કર્યા છે. તેમાંથી કેટલાક મતો તો નષ્ટ થઈ ગયા છે અને કેટલાક મતો વર્તમાનકાલમાં પણ વિદ્યમાન છે. પરંતુ એટલા માત્રથી પણ સંતોષ થતો નથી. જેથી બીજા નવા મતો પણ ઉભા થતા રહે છે ! છતાં કોઇ અટકતું જ નથી.
૫
પૂર્વે પણ ઘણા લોકોએ જૈનમતના નામથી જૈનમતને ચારળીની સમાન અનેક કાંણા પાડ્યા હતા-ભિન્ન ભિન્ન માર્ગોની સ્થાપના કરી હતી. આજ સુધી ઘણું થયું. છતાં પણ જેઓને એમ થાય છે અમે પણ શા માટે નવીન મત ન સ્થાપીએ ? તેથી તેઓ પણ નવીન મત કાઢવા ઉદ્યમ કરતા રહે છે.
સાંપ્રતકાળમાં તપાગચ્છના યતિ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીએ ‘ત્રણ થોય’નો પંથ સ્થાપ્યો છે. તે બંને યતિઓએ ‘ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org