________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧-૨
પ્રકાશનના અવસરે
વર્ષો પહેલાં ઉન્માર્ગરૂપ ત્રિસ્તુતિક મતનો પ્રારંભ થયો હતો. તત્કાલીન મહાપુરુષ પૂ.આત્મારામજી મહારાજા, કે જેઓ સ્થાનકવાસી અસત્ય મતનો ત્યાગ કરી સત્યમતનો સ્વીકાર કરનારા મહાપુરુષ હતા. તેઓ શ્રીમદે ત્રિસ્તુતિક મતની અશાસ્ત્રીયતા સિદ્ધ કરવા માટે પ્રસ્તુત બે ગ્રંથોની રચના કરી હતી. પંજાબી હિન્દીમાં રચાયેલા આ બંને ગ્રંથોનું સૌ કોઈ સરળતાથી વાંચન કરી શકે તે માટે અહીં ગુજરાતી અનુવાદ સહિત બંને ભાગ એક સાથે પ્રગટ કરવામાં આવે છે.
વિશેષ વિગત તે બંને ગ્રંથોની પ્રસ્તાવનામાં જણાવવામાં આવેલ જ છે. તેથી વધુ કંઈ કહેતો નથી. આ પુસ્તકના વાંચનથી સૌ કોઈ શાસ્ત્રસાપેક્ષ સુવિહિત પરંપરાથી ચાલી આવતી ચતુર્થ સ્તુતિની વિહિતતા અને ઉપયોગિતાને સમજીને સામાચારીનો આદર કરવા દ્વારા આરાધક ભાવને પામીને મુક્તિ પામે એ જ એક શુભાભિલાષા. -મુનિ સંયમકીર્તિવિજય મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org