________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૬૧
“यस्याः प्रसादमतुलं संप्राप्य भवंति भव्यजननिवहाः अनुयोगद्वारवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वंदे ॥१॥" ભાવાર્થ :- જે શ્રુતાધિષ્ઠાયિકા દેવીનો અતુલ પ્રસન્નતા ભાવ પામીને ભવ્યજીવો અનુયોગદ્વારના જાણકાર થાય છે, તે શ્રુતદેવતાને નમસ્કાર કરું છું.
આ રીતે નમસ્કાર પુરમર્ષિ તો (શ્રુતદેવીનું) બહુમાન કરે છે અને તમે પ્રતિક્રમણમાં કહેતાં શંકા રાખો છો, તે વાત સારી નથી. [૬]
શ્રીદેવભદ્રાચાર્યકૃત ભાષ્યમાં પણ કહ્યું છે. શા આવશ્યક નિર્યુક્તિના પ્રારંભમાં પણ શ્રુતાધિષ્ઠાયિકાને નમસ્કાર કર્યો છે. Iટા વાદિવેતાલ પૂ.શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રાચીન ટીકામાં પણ શ્રુતાધિષ્ઠાયિકાને નમસ્કાર કર્યો છે. શા
પ્રતિક્રમણ સૂત્રમાં ચોથા આવશ્યકમાં “વંતિસર્વાસિન્ડે' એમાં પણ સમકિતદષ્ટિ દેવતાનો પાઠ છે. તે તો તમે પણ ભણ્યા છો. તો પણ યાદ કરાવવા લખીએ છે.તે પાઠ આ છે – “દિકી સેવા હિંદુ સમાર્દિવ વોટિં” એ ગાથામાં પણ છે.
કોઈક ગચ્છવાળા વંદિત્તસૂત્રની પાછલી આઠ ગાથા કાઢી નાંખે છે. પોતાની પાપબુદ્ધિને (સૂત્રના વિષયમાં પણ) આગળ કરે છે. પરંતુ તે યુક્ત નથી. પૂ. ગણધર ભગવંત દ્વારા વિરચિત સૂત્રમાં ભૂલ કાઢવી લેશમાત્ર યોગ્ય નથી. ગણધર ભગવંતથી અધિક કોઈ હોય જ નહિ તથા સૂત્રનો ૧ અક્ષર લોપે તો અનંતસંસાર વધી જાય. તો પછી આઠ ગાથા કાઢી નાંખે તેનું શું થાય ? ચૌર્યાસી (૮૪) સુવિહિત ગચ્છને માન્ય શ્રીપ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વંદિતુ સૂત્ર સંપૂર્ણ ૫૦ ગાથા પ્રમાણ જ કહ્યું છે. तथा च तत्पाठः॥
“सुत्तंति सामायिकादिसूत्र भणंति साधुः स्वकीयं श्रावकस्तु स्वकीयं यावत् वंदामि जिणे य चउविसमिति"
આ પાઠમાં સ્પષ્ટતયા સંપૂર્ણ ૫૦ ગાથા કહી છે, આથી વંદિતુ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org