________________
૩૫૯
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
તથા સંવત્સરીએ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો. આ પાઠ આવશ્યક ચૂર્ણિમાં 9.11311
(૫૩) શ્રીમહાવીર પરમાત્માના હસ્તદીક્ષિત ૧૪,૦૦૦ સાધુભગવંતો હતા.તે ૧૪,૦૦૦ સાધુભગવંતોએ રચેલા ૧૪,૦૦૦ પન્ના હતા. તે પૈકીના ‘આરાધનાપતાકા’ પ્રયજ્ઞામાં પણ પાઠ છે.
यथा ॥ " जाव दिट्ठी दाणमित्तेण देई पणईण नरसुरसमिद्धि सिवपुररज्झं आणारयाण देवीए तीए नमो ॥१॥"
ભાવાર્થ :- જો દૃષ્ટિ પ્રસન્ન કરે તો નમેલા લોકોને નર-સુર સમૃદ્ધિ આપે. શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા પાલન કરનારને મોક્ષમાર્ગમાં આવતા વિઘ્નો નાશ કરી મોક્ષ આપે છે, એવી શ્રુતદેવીને નમસ્કાર થાઓ.
આ ગાથા ‘આરાધના પતાકા’ સૂત્રની છે. તેથી તે પ્રભુની હાજરીના વખતની શ્રુતિ છે - સૂત્ર છે, એમ જાણવું. (અર્થાત્ પ્રભુ જ્યારે અવનિતલને પાવન કરતા હતા, ત્યારે તેઓશ્રીમદ્ના હસ્તે દીક્ષિત બનેલ સાધુભગવંતે ‘આરાધના પતાકા’ પયજ્ઞા રચેલ છે. તેમાં આ શ્રુતિ છે, એમ જાણવું. અર્થાત્ શ્રીપ્રભુ વખતની આ શ્રુતિ છે, એમ જાણવું.) ॥૪॥
(૫૪) તથા પ્રવચન સારોદ્ધારના વૃત્તિકાર શ્રીસિદ્ધસેનાચાર્યજી પણ પ્રવચન સારોદ્વારમાં નીચે પ્રમાણે કહી ગયા છે.
तथा च तत्पाठ: “सुयदेवय खित्तदेवयाणं वत्ति तदनु श्रुतसमृद्धिनिमित्तं श्रुतदेवतायाः कायोत्सर्गो नमस्कारस्यैकस्य चिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति परेण दीयमानां वा श्रृणोति च समुच्चये तदनु सकलविघ्नदलननिमित्तं क्षेत्रदेवतायाः कायोत्सर्गमेकनमस्कारचितनं कृत्वा तदीयां स्तुतिं ददाति"
આ ઉપરોક્ત પાઠમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાની સ્તુતિ કહી છે. પ અનુયોગ દ્વારા સૂત્રની વૃત્તિમાં પ્રારંભમાં પણ શ્રુતાધિષ્ઠાયિકા દેવીને નમસ્કાર કર્યો છે.
तथा च तत्पाठः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org