________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
३४७ મહેનત વ્યર્થ છે.
વળી “ચાર થાયથી ચૈત્યવંદના અથવા આઠ થાયથી ચૈત્યવંદના જિનમંદિરમાં કરવી.”- આવો લેખ તેમણે પોતાના હાથે જ તે પોથીમાં ઘણા સ્થળે લખ્યો છે.
વળી ત્રણ થોય કે છ થાયથી જિનમંદિરમાં ચૈત્યવંદના કરવી; ચાર થાય કે આઠ થોયથી જિનમંદિરમાં ચૈત્યવંદના કરવી નહિ” – આવા પ્રકારના પૂર્વાચાર્યોના શાસ્ત્રની સાક્ષી વિના જેટલી સ્વકપોલ કલ્પનાથી ગમે તેમ લખીને પોથી ભરી છે, તે પોથી સુજ્ઞપુરુષોએ માન્ય કરવા યોગ્ય નથી.
તથા તપાગચ્છાધિરાજ શ્રીજયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણગર્ભહેતુમાં, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. કૃત પ્રતિક્રમણગર્ભ હેતુ સ્વાધ્યાયમાં, ખરતરગચ્છાચાર્ય શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપામાં તથા બૃહદ્ધરતરગચ્છની સામાચારીમાં પ્રગટપણે દેવસિ પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના લખી છે તથા ઉપકેશગચ્છ, તપગચ્છ, ખરતરગચ્છમાં પરંપરાથી દેવસિ પ્રતિક્રમણની આદિમાં શ્રીચતુર્વિધ સંઘ ચાર થાયથી ચૈત્યવંદના કરે છે. તે સર્વેને અસત્ય સિદ્ધ કરવા માટે શ્રીધનવિજયજીએ જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ સુજ્ઞજનોએ તિરસ્કાર કરવા યોગ્ય છે.
વળી શ્રીધનવિજયજીએ પોતાની ગુરુપરંપરાને સંયમી તરીકે ગણાવેલ છે અને ગણિ શ્રી કીર્તિવિજયજી, ગણિ શ્રીકસ્તુરવિજયજી, ગણિ શ્રીમણિવિજયજીને અસંયમી લખે છે, તે લેખ પણ તેમની મિથ્યાદષ્ટિપણાનો સૂચક છે. કારણ કે, શાસ્ત્રવચન છે કે “સહુનું સદુપણા, સાદુનું મસાજુપણ મિચ્છd In”
(૪૮) વળી શ્રીધનવિજયજીની ગુરુપરંપરા કેટલી વિશુદ્ધ હતી તે સૌ કોઈ જાણે છે. અમારા સાધુએ નજરોનજર પણ તેમની અસતુપ્રવૃત્તિઓ જોઈ છે. પણ કલિકાલનો પ્રભાવ છે કે, પોતાનું અસદ્ આચરણ દેખાતું નથી અને બીજાની સારી વાત સહન થતી નથી, તેના યોગે સારામાં પણ ખરાબનો આરોપ કરે છે. વળી વાચલતા એવી છે કે, અજ્ઞાન લોકો તેવાઓને જ સાચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org