________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૭૯ કુરાનની કીતાબે કહી, ત્યારે પંડિત હાથ જોડીને બોલ્યો કે હું હાર્યો, એ યવની ભાષા વેદનિષિદ્ધ છે, માટે હું ભણ્યો નથી.” આચાર્યશ્રીની જીત થઈ.”
આ શ્રીધનવિજયજીની મહામૂઢતાનું ગમ્યું છે. કારણ કે, ફારસી ભણેલો કુરાનનો અર્થ કરી શકતો નથી. અને કુરાન અર્બી ભાષામાં છે.
આથી ઉપરોક્ત વાત અસત્ય છે અને બીજું આ શ્રીધનવિજયજીના લેખથી જ સ્પષ્ટ થાય છે કે, તેમણે પોતાના માનેલા મહાપુરુષોને કલંક આપ્યું છે. કારણ કે, પ્રથમ તો લખ્યું છે કે જે ધર્મનો વાદ હોય, તે ધર્મના જ શાસ્ત્ર બતાવવા અને પછી લખે છે કે બીજા દિવસે કુરાનની કીતાબ કહી.
આ ઉપરથી ભવ્યાત્માઓએ વિચારવું જોઈએ કે, શ્રીધનવિજયજી કેવા અસત્ય બોલનારા અને પોતાના માનેલા મહાપુરુષોને કલંક આપનારા છે ! કારણ કે, તેમના લેખથી જ સિદ્ધ થાય છે કે, આચાર્યશ્રી પોતાની પ્રતિજ્ઞાથી પરામુખ થઈ ગયા. આ લેખકશ્રીની પૂર્વજા પ્રત્યે સ્તુતિ કેવી માનવી તે વાચકો સ્વયં વિચારે.
(૧૬) પ્રસ્તાવનાના પૃષ્ઠ-૪૨ ઉપર લખે છે કે... “એક સામાન્ય દ્રવ્યવાળા શ્રાવકે આચાર્યપદનો ઉત્સવ કર્યો, તેના ઉપર કરુણાભાવથી તેનું દારિદ્ર કાપવા ચિત્રાવેલ જોવા ગયા.”
એક શ્રાવકની દયા પોતાના મતલબ માટે વિચારી, ધન પ્રાપ્ત થવાથી જે આરંભાદિ થવાના હતા, તેના ઇચ્છુક અસંખ્ય જીવોની ઘાત કરવા ગયા, પરંતુ ચિત્રાવલી મળી નહીં એ જ સારું થયું.
- -આ લેખને જોવાથી લેખકશ્રીની ગુણગ્રાહી (?) બુદ્ધિ જોતાં વિચાર આવ્યો કે, આ જે કુપંથ ચલાવ્યો છે, તે આવી જ બુદ્ધિના પ્રભાવથી ચલાવ્યો છે.
પૃષ્ઠ-૫૩ ઉપર લખ્યું છે કે- “એકદા વિહાર કરતાં બનાસ નદી ઉતરતાં પાણીમાં ચિત્રાવલીએ પગને આંટો માર્યો, તે પગથી વેગળી કરીને બોલ્યા કે, કાર્ય હતું ત્યારે તો હાથ આવી નહિ, તો હવે અમારે તારાથી શું કામ છે? હવે તો અમારે સર્વ પ્રત્યક્ષ છે, ત્યારે બીજા સાધુ બોલ્યા સ્વામી શું છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે ચિત્રાવેલ છે, તે સાધુએ જોઈ, હાથમાં લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org