________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૭૭ અમારી આગળ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લીધું છે. આથી અમે તેમનું શીલ-સંતોષ-આત્મધ્યાનપણું વગેરે પણ જેવું છે, તેવું જાણીએ છીએ. વિશેષ કરીને તેમના શિષ્ય શ્રીચિદાનંદજીએ વિ.સં.૧૯૪૩માં એક અખબાર (છાપું) છપાવીને તેમના કરતૂતો જાહેર કર્યા હતા. તે તો ઘણા લોકો જાણે જ છે. ઉપસંપદા પણ તેમણે લીધી નથી. અમારા સાધુની આગળ તેમણે કહ્યું હતું કે, જો મારામાં શક્તિ હોય તો એકપણ તપાગચ્છીય સંવેગી સાધુને જીવતો ન રહેવા દઉં.
અમારી રૂબરૂમાં તેમણે શ્રી ઋષભદેવની પ્રતિમાની અને શ્રી શંત્રુજયાદિ તીર્થોની તથા યાત્રા કરવાવાળાઓની નિંદા કરી છે. તેમને જિનપ્રતિમાની શ્રદ્ધા નથી. જિનમતના શાસ્ત્રોની નિંદા કરે છે. પરંતુ તે પણ ત્રણ થાય માનવાવાળા કુમતિઓને ધમકી આપે છે. તેથી રતલામમાં ત્રણ થોય માનવાવાળાના ઉપાશ્રયમાં રહ્યા હતા અને ખરતર ગચ્છના શ્રાવકોએ રતલામમાં તેમની માન્યતા કરી નહોતી. ત્રણ થાય માનવાથી જ કુમતિઓએ એમનો મહિમા લખ્યો છે. પોતે જેવા હોય, તેવાનો મહિમા લખાતો જ હોય છે.
(૧૫) પ્રસ્તાવનાના પૃષ્ઠ-૪૧ ઉપર લખે છે કે... “રાણાજીએ ઘણી વિનંતી કરી તથા ત્યાં ચોમાસું રહ્યા. તે અવસરે કાશ્મીર દેશના એક પંડિત આવી રાજસભાના પંડિતોને જીતીને જયપતાકા માંગી, ત્યારે રાણાજીએ કહ્યું કે અમારા ગુરુ સાથે વાદ કરતાં જીત થશે તો જયપતાકા આપીશું; ત્યારે તે પંડિત અભિમાન કરી આચાર્ય સાથે વાદ કરવા આવ્યો, ને વાદમાં નિયમ કર્યો કે જે ધર્મનો વાદ કરવો, તે તે ધર્મના શાસ્ત્રથી જવાબ આપવો. એમ વાદ કરતાં ૨૧ દિવસ થયા, તો પણ કોઈ હાર્યા નહિ કે જીત્યા નહીં. ત્યારે આચાર્યજીના મનમાં ચિંતા થઈ કે આ પંડિત જૈનમત અને પરમતનો જાણે છે, તે કેવી રીતે જીતાય ? ત્યારે રાત્રે શ્રીમણિભદ્ર નામના યક્ષે આવીને કહ્યું કે, તમે શા માટે ચિંતા કરો છો? આપને ફારસી આવડે છે, તે પંડિતને આવડતી નથી. એમ કહી અદશ્ય થયા. ત્યારે આચાર્ય હર્ષ પામ્યા, બીજા દિવસે વાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org