________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૬૧
શ્રીરાજેન્દ્રસૂરિ, શ્રીધનવિજયજી મહાકૃતઘ્ની છે. કેમ કે, શ્રીરવિસાગરજી ખૂબ ભદ્રિક સુસાધુ છે. શ્રીરાજેન્દ્રસૂરિ, શ્રીધનવિજયજીએ પાલનપુરમાં પોતાની પાસે તેમનું ચાતુર્માસ કરાવ્યું અને તે હિસાબે શ્રીરાજેન્દ્રસૂરિ-ધનવિજયજીને તેઓના શ્રાવકોએ અમદાવાદ, સાણંદ, વીરમગામમાં રહેવા માટે સ્થાન આપ્યું. તેઓએ સ્થાન આપનાર મહાત્માના શ્રાવકોની શ્રદ્ધા જિનમતથી ભ્રષ્ટ કરી અને ‘ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર’ પુસ્તકની પ્રસ્તાવનાના પૃ-૨૭ ઉપર અસત્ય લખે છે કે, શ્રીમયાસાગરજીએ યોગ વહન કર્યા વિના સ્વયમેવ દીક્ષા લીધી. - આ વાત અસત્ય છે.
પૃ-૨૮ ઉપર લખ્યું છે કે, આત્મારામજીએ નવીન દીક્ષા લીધી નથી, તે પણ અસત્ય છે.
પૃ-૨૯ ઉપર પૂ.શ્રીમણિવિજયજીને પરિગ્રહધારી લખે છે, તે પણ અસત્ય છે.
શ્રીબુટેરાયજી મહારાજે શ્રીમણિવિજયજીની પાસે દીક્ષા લીધી નથી. આવું લખ્યું છે તે પણ અસત્ય છે.
પૃ-૩૦ ઉપર લખે છે કે, શ્રીમણિવિજયજીએ શ્વેતાંબર લિંગ છોડીને પીતાંબર ધારણ કરતા હતા, આ વાત પણ અસત્ય છે.
(૮) શ્રીઆત્મારામજીએ સ્વલિંગ = શ્રીમહાવીરસ્વામીના યતિઓના શ્વેત માનોપેતલિંગને છોડીને અન્ય લિંગ ધારણ કર્યું છે, આ પણ અસત્ય છે. કારણ કે, આત્મારામજીએ ઢુંઢક લિંગ છોડ્યો છે. પરંતુ મહાવીરસ્વામીના યતિઓના લિંગ છોડ્યા નથી.
આચાર્ય મહારાજ અને જિનમતના શાસ્ત્રોની આશાતના કરતા શ્રીધનવિજયજીની બુદ્ધિ વિપર્યય થયેલી જણાય છે. નહિંતર ઢુંઢકલિંગને મહાવીરસ્વામિના યતિઓનું લિંગ ન કહ્યું હોત.
પૃ-૩૧ ઉપર શ્રીધનવિજયજીના લખ્યા પ્રમાણે શ્રી બુટેરાયજી મહારાજે એવું નથી લખ્યું કે, મારામાં બિલકુલ સાધુપણું નથી. પરંતુ તેવા પ્રકારનું સાધુપણું નથી. અર્થાત્ ઉત્સર્ગ માર્ગમાં જેવા પ્રકારનું સાધુપણું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org