________________
શ્રી રૈવતગિરિ ગિરિરાજના ગૌરવવંતા જિનાલયો આદિ
રૈવતગિરિ મહાતીર્થના પહાડ ઉપર આવેલા દેરાસરના નિર્માણમાં વિશિષ્ટ કોટીની કાર્યકૌશલ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાના સૌંદર્યની વૈવિધ્યતાના કારણે પ્રત્યેક જિનમંદિરો પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. આબુ-દેલવાડારાણકપુર ને જેસલમેર આદિ જિનાલયોની કલાકૃતિ અને ઝીણી ઝીણી કોતરણીની યાદ અપાવે તેવી વિશિષ્ટ કલાકૃતિ આ ગિરનાર મહાતીર્થના જિનાલયોમાં જોવા મળે છે, મનોહર અને નયનરમ્ય એવા જિનાલયોની જિનપ્રતિમા તથા કલાકુશળતા નિરખતાં મન ધરાતું નથી.
(૧) શ્રી નેમિનાથજીની ટૂંક ઃ
આ કિલ્લાના મુખ્યદ્વારથી અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ શ્રી હનુમાનની દેરી તથા જમણી બાજુ કાલભૈરવની દેરી આવે છે. ત્યાંથી ૧૫-૨૦ ડગલાં આગળ ચાલતાં ડાબા હાથે શ્રી નેમિનાથજીની ટૂંકમાં જવાનો મુખ્ય દરવાજો આવે છે જ્યાં શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢી ગિરનારતીર્થ તેવા લખાણવાળું બોર્ડ મારવામાં આવેલ છે. આ મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતાં ડાબી-જમણી બાજુ પૂજારી-ચોકીદાર-મેનેજર આદિ કર્મચારીઓને રહેવા માટેની ઓરડીઓ છે. ત્યાંથી આગળ વધતાં ડાબીબાજુ પાણીની પરબ તથા ઉપર-નીચે યાત્રિકોને વિશ્રામ કરવા માટે ધર્મશાળાની રૂમો બનાવવામાં આવેલ છે, (જ્યાં ભૂતકાળમાં યાત્રિકો આખો દિવસ સ્થિરતા કરી બીજા દિવસે શ્રી નેમિનાથ પરમાત્માના મોક્ષકલ્યાણકની ભૂમિ એટલેકે પાંચમી ટૂંકે યાત્રા કરી પાછાં આવતા હતા.) પૂર્વે પેઢી દ્વારા અહીં લાડવા-ગાંઠીયા રૂપ ભાતું આપવાની વ્યવસ્થા હતી, સામેની બાજુ યાત્રિકો માટે શૌચાલયની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. જમણીબાજુ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ પેઢીની ઓફીસ આવે છે, તેને છોડીને આગળ વધતાં જમણી બાજુ વળીને પાછા ડાબી બાજુ વળતાં ડાબા હાથ ઉપર યાત્રિક ભાઇ-બહેનોને ન્હાવા માટેના સ્નાનગૃહ બનાવવામાં આવ્યા છે, ત્યાંથી આગળ વધતાં ન્હાવાનું ગરમપાણી બનાવવા માટેની ઓરડી છે તથા જમણીબાજુ પીવાના ઉકાળેલા પાણીની ઓરડી છે. ત્યાંથી આગળ વધતાં ગિરનારમંડન શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયનું દક્ષિણદિશા તરફનું પ્રવેશદ્વાર આવે છે, તે દ્વારથી પ્રવેશ કરતાં જ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયના પ્રાંગણનો પ્રારંભ થાય છે. આ ચોક ૧૩૦ ફુટ પહોળો તેમજ ૧૯૦ફૂટ લાંબો છે. જેમાં મુખ્ય જિનાલયની ફરતી ભમતીમાં
Jain Education International
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org