________________
------ રાજારામ ----વારા સાકાર
૮૪ દેરીઓ છે.
જિનાલયના દક્ષિણદ્વાર બહાર જ જમણા હાથે શ્રી અંબિકાદેવીની દેરી આવે છે.
શ્રી અંબિકા દેવીની દેરી - ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની સુંદરમૂર્તિ છે. જેનો અચિન્તપ્રભાવ છે. જિનાલયમાં પ્રવેશતાં પૂર્વે તેના દર્શન અવશ્ય કરવા જોઈએ.
3) શ્રી નેમિનાથ જિનાલય :- શ્રી નેમિનાથ ભગવાન (૬૧ ઇંચ)
શ્રી નેમિનાથ જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં શ્રી નેમિનાથ ભગવાનના વિશાળ અને ભવ્ય ગગનચુંબી શિખરબંધી જિનાલયના દર્શન થાય છે. અત્યંત આહૂલાદદાયક આ જિનાલયના દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરતાં ૪૧.૬ ફૂટ પહોળો અને ૪૪.૬ ફુટ લાંબો રંગમંડપ આવે છે. જેના મુખ્યગભારામાં ગિરનારગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તને અનેરો આનંદ આપતી શ્યામવર્ણીય મનોહર પ્રતિમા બિરાજમાન છે. જેના દર્શન કરતાની સાથે જ ગિરિવર આરોહણના થાકની સાથે સાથે ભવભ્રમણનો થાક પણ ઉતરી જાય છે.
| મુળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની આ પ્રતિમા વિશ્વમાત્રમાં વર્તમાનમાં સૌથી પ્રાચીનતમ પ્રતિમા છે. આ પ્રતિમા ગઇ ચોવીસીના ત્રીજા સાગર નામના તીર્થંકરના કાળમાં પાંચમા દેવલોકના બ્રભેન્દ્ર દ્વારા બનાવરાવવામાં આવી હતી. આ પ્રતિમા ૧૬૫૭૫૦ વર્ષ જૂન ૨૦કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણના ૨૦૦૦ વર્ષ બાદ કાશ્મીરદેશથી સંઘ લઈને આવેલ શ્રી રત્નસાર નામના શ્રાવકે શાસન અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી તેમની સહાયથી આ પ્રતિમા મેળવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અબજો વર્ષ સુધી પાંચમા દેવલોકમાં તથા, શ્રી નેમિનાથ પ્રભુની હયાતીમાં દ્વારિકાનગરીમાં શ્રીકૃષ્ણના જિનાલયમાં પૂજાયેલ છે. આ પ્રતિમા રત્નસારશ્રાવક દ્વારા પ્રતિષ્ઠા થયા બાદ ૧,૦૩,૨૫૦ વર્ષ સુધી આ જ સ્થાને પૂજાશે તેવા શ્રી નેમિપ્રભુના વચન હોવાથી પાંચમા આરાના છેડા સુધી આ પ્રતિમા અહીં પૂજાશે. ત્યારબાદ શાસનદેવી અંબિકા દ્વારા તે પાતળલોકમાં લઈ જવાશે અને ત્યાં તે પૂજાશે, આ રીતે આ પ્રતિમા ત્રણેય લોકમાં પૂજાશે. લગભગ ૮૪,૭૮૬ વર્ષથી આ પ્રતિમા આ સ્થાન ઉપર બિરાજમાન છે. આજ સુધી આ જિનાલયના અનેક જિર્ણોદ્ધાર થવા પામેલ છે.
RAHER
: