________________
.
::
::::
:
:
::
::
::::
C
HATT
આજે હું અહીં ઉપસ્થિત છું” આવા દિવ્યવચનો ઉચ્ચારી તે દિવ્યાકૃતિ અંતર્ધાન થાય છે.
નવલી પ્રભાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના ગચ્છના મહાત્માઓને તથા સકળસંઘને એકઠો કરે છે, સૌ સાથે મળી ભાવિની સુયોગ્ય વ્યવસ્થાર્થે વિચાર વિમર્શ કરતાં ફલશ્રુતિ રૂપે બત્રીસ સુયોગ્ય પાત્રોમાંથી ત્રણવિદ્વાન મુનિભગવંતોને પંચપરમેષ્ઠિના તૃતીય એવા આચાર્યપદે સ્થાપન કરવામાં આવે છે, આ ત્રણ મહાત્માઓ ૧, પૂ.આચાર્ય વીરસૂરિ ૨, પૂ.આચાર્ય શાલીભદ્રસૂરિ તથા પૂ.આચાર્ય સર્વદેવસૂરિ મહારાજ સાહેબ, જાણે સાક્ષાત્ રત્નત્રયી ન હોય તેમ સદ્ગતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા હતા.
વર્ષોના વર્ષો સુધી પ્રભુના શાસનની અદ્ભુત સેવા દ્વારા પૂજ્ય આચાર્ય શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબે પ્રચંડ પુણ્યોપાર્જન કર્યું હતું તેથી જીવનસંધ્યાના સર્વોત્કૃષ્ટ કાળે હવે આત્મસાધનામાં લીન થવા થનગની રહ્યા હતા. પૂજ્યશ્રીના વિચાર રત્નાકરમાંથી એક પછી એક રત્નો બહાર આવી રહ્યા હતા. તેમાં એક વિચારમાં દ્રઢ થયા કે અનંતા તીર્થંકર પરમાત્માઓ જે ક્ષેત્રમાંથી સિદ્ધપદને સાધી ગયા છે, ભાવિમાં પણ સાધવાના છે વળી વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક જે પાવનભૂમિ ઉપર થયા છે તેવી અનેક સાધકોની સાધનાભૂમિ મહામહિમાવંત શ્રી ગિરનાર મહાતીર્થમાં જઈ અંતિમસાધના કરવી.
આચાર્ય ભગવંત અનંતા તીર્થકરોના કલ્યાણકોથી પુનિત થયેલ શ્રીગિરનારની ભોમકાને ભેટવાના મનોરથ સાથે રૈવતગિરિના માર્ગે પ્રયાણ આદરે છે, યશનામના સુશ્રાવકના સોઢનામના સુપુત્રને પણ સાથે જ રાખે છે, નાના નાના ગામડાંઓની ભૂમિઓને પોતાની ચરણરજ વડે પવિત્ર કરતાં કરતાં ઉગ્રવિહારના આલંબને તેઓશ્રી ખૂબ ટૂંકા સમયમાં રેવતાચલની શીતળ છાયામાં પહોંચી ગયા. ગિરિઆરોહણ કરી નેમિપ્રભુના દર્શન દ્વારા નયનોને પાવન કર્યા. શ્રી નેમિનાથ પરમાત્માનું ધ્યાન ધરીને ધર્મધ્યાનરૂપી અગ્નિની જ્વાળા થકી ભવભ્રમરૂપી વિષવેલડીને ભસ્મીભૂત કરવાનો પ્રબળ પુરુષાર્થ આદર્યો અને સુવા, તૃષા, નિદ્રાદિથી અલિપ્ત બની પરમસમાધિના શિખરોને સર કરતાં કરતાં પચ્ચીશદિવસના અનશનના અંતે વિક્રમ સંવત ૧૦૯૬ ના જેઠ માસની સુદ નવમીના મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં મહાશાસનપ્રભાવક એવા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબે ગિરનારમંડન શ્રી નેમિપ્રભુના પરમ સાંનિધ્યમાં પરમપદ તરફ પ્રયાણ કર્યું હતું.
HT=======111111111111111111111111111111111
Jain Education
For Private & Personal Use Only
www.jainelibrary.org