________________
આપણા બાર વાગી જવાના અને બન્યું પણ એવું કે બાદશાહ સલામત તો અત્યાર સુધી મુંઝવણમાં હતા કે, આ અનાર્યો અને પ્રતિમાને નુકશાન આ બધી શું બાબત છે? પરંતુ અનાર્યોના આ ખુલાસાથી તેની ગુંચવણના કોકડા ખૂલવા લાગ્યા અને સ્વપ્નની હકીકતના છેડા મળી ગયા.
બાદશ!હ સલામત ધમધમી ગયા, અત્યંત આવેશવાળી તેમની વિકરાળ મુખાકૃતિ જોઇને સૌ અનાર્યોના પગ ધ્રુજવા લાગ્યા. તે કહે, “આ જિનપ્રતિમાના પ્રભાવની વાતને બકવાશ કહેનારા તમે કોણ? આ ખુદા તો જીવતાં જાગતા દેવ છે, આવા ખુદાની પ્રતિમાનો નાશ કરવાના કાવતરાં રચવાનો અધિકાર તમને કોણે આપ્યો? તમારા આ કારસ્તાનની સજારૂપે તમને ફાંસીને માંચડે લટકાવવાનો મારો આદેશ છે. સિપાઇઓ લઇ જાવ આ બદમાશોને ફાંસીએ ચડાવો.”
ક્રોધથી ધમધમતા બાદશાહની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. સૌ તેમના આ નિર્ણયને સાંભળી દિગ્મૂઢ થઇ ગયા, સૌના હૈયામાં કરૂણાના ભાવો ઉભરાઇ આવ્યા. નગરજનો તથા શ્રાવકવર્ગે બાદશાહને તે સજા ન કરવા વિનવણી કરી, બાદશાહ એક ના બે ન થયા, અંતે શ્રાવકવર્ગ સૂરિજી પાસે જઇને વિનંતી કરે છે, “ગુરુદેવ! બચાવો! પેલા અનાથધર્મઝનૂનીએ કરેલી હરકતથી મહારાજા કોપાયમાન થયા છે અને તેઓને સજાએ મોત” નો હૂકમ ફરમાવ્યો છે, અને સૌએ બાદશાહને ખૂબ વિનવ્યા પરંતુ કોઇ વાતે માન્યા નહીં, ગુરૂદેવ! હવે આપ જ તેઓના તારણહાર છો! કંઇ રસ્તો કાઢો.”
સૂરિવર પણ શ્રાવકવર્ગની વાતો સાંભળી ચિંતિત બન્યા. અહિંસાના સંદેશને વિશ્વમાત્રમાં પહોંચાડનારા જિનશાસનના દૂત આ જીવોની આવી હિંસા તો કેવી રીતે સહી શકે? તેઓ તો તાત્કાલિક બાદશાહ પાસે પહોંચ્યા, બાદશાહને સમજાવ્યા કે જિનશાસનના પાયામાં જીવદયા છે. અરે! સુક્ષ્મમાં સુક્ષ્મ જીવોની પણ જ્યારે ચિંતા કરાતી હોય ત્યાં આવા જીવતા જાગતા માનવોની ફાંસી તો કેવી રીતે થાય? આ પ્રભુ મહાવીરનું શાસન છે અને ક્ષમા વીરસ્ય મૂલળમૂ ના ન્યાયે અપરાધીને સજા કરવા કરતાં તેને ક્ષમા આપવી તે શૂરવીરની નિશાની છે. મહારાજા સૂરિજીના વચનથી વિશેષ પ્રભાવિત થયા અને તેમના વચનોને શિરોમાન્ય કરી પેલા ધર્મઝનૂની અનાથોને બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે સૌના હૈયામાંથી નીકળેલી જૈન જયતિ શાસનમ્' ના અંતર્નાદથી સમસ્ત વાતાવરણ ગુંજી ઉઠ્યું.
Jain Education International
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org