________________
ક
t
..:
:::x:x:x:::::::xisit:::::::::::::::::::::::::::
:::::::iii 11:11:31:
fitni:11:htat:
-: 4:x::x::x:xi1::::: 11:11. sit::::::11
ઉપર બેઠેલો વિભુકર નામનો નાનો બાળક અસ્પષ્ટ વર્ણ વડે કંઈક બોલતો-બોલતો રડવા લાગ્યો. અતિતૃષા લાગવાથી તે શિશુ મુખકમલમાંથી લાળ અને આંખોથી અશ્રુધારા વહાવતો પાણી-પાણી કહી આઝંદ કરવા લાગ્યો. ત્યાંતો આંગળીએ રહેલો બીજો શુભંકર નામનો બાળક ભૂખથી પીડાતો અને માર્ગમાં સતત ચાલવાથી થાકના કારણે “હે માતા! મને ખાવાનું આપ! હે માતા મને ભોજન આપ! મને ભૂખ લાગી છે! ” માખણના પિંડ જેવા સુકોમળ બાળકોની વેદનાની કીકીયારી સાંભળી અત્યંત બેબાકળી બની જાય છે.
ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી તપેલી પૃથ્વી ઉપર ભૂખ-તરસાદિ અનેક દુઃખોથી ખૂબ દુઃખી થયેલી તે વિચારે છે. “મને ધિક્કાર થાઓ. હું મારા બાળકોની ભૂખ-તરસ છીપાવવા માટે પણ સમર્થ નથી. તે વિધાતા! તે આ રીતે માત્ર દુઃખથી ભરેલી એવું મારું સર્જન શા માટે કર્યું? હે ધરતીમાતા! મને અવકાશ આપો. જેથી હું તેમાં પ્રવેશી મારા સર્વ દુઃખોનો નાશ કરું, અથવા આ મારા જંગલના બડબડાટથી શું? મારા પૂર્વભવોના વિષમ કર્મોનો જ આ વિપાક લાગે છે તેથી ભલેને મારા ઉપર બધાજ દુઃખો એક સાથે તૂટી પડે! ભલે! જે થવાનું હોય તે થાય હવે તો હું આ દુઃખોને સ્વીકારીને જ રહીશ. બસ માત્ર જિનેશ્વર પરમાત્માનું શરણ જ મારા હૈયામાં સ્થાપિત થાઓ! આ ચિંતન કરી અંબિકા નિઃશ્વાસના પવનથી પાસે રહેલા વૃક્ષોને ઇષત્ કંપાવતી જરા નીચે બેઠી, એટલામાં તો તેણે પોતાની આગળ થોડે દૂર સ્વચ્છ શીતલજલથી ભરેલું એક પવિત્ર સરોવર જોયું. તેની બન્ને બાજુએ કોયલના ટહૂકારના શબ્દોની સાથે જ પાકેલા પીળા આમ્રફળોની લુંબો તેના હાથમાં આવી. અંબિકાએ તરત જ બાળકોને સરોવર જળનું પાન અને આમ્રફળનું ભોજન કરાવીને સંતુષ્ટ કરી મુનિદાનનું આ કેવું તાત્કાલિક ફળ પ્રાપ્ત થયું છે. તેવું વિચારી તે જિનધર્મમાં વધુ દ્રઢ મનોબળવાળી બનીને થોડીવાર વિશ્રામ લેવા બેઠી.
આ તરફ અંબિકાની સાસુ દેવલ અંબિકાનો તિરસ્કાર કરી મુનિદાનના કારણે વધેલા ભોજનને એઠું માનીને નવું ભોજન પકાવવા માટે ભોજનથી ભરેલા વાસણોને જુએ છે. જ્યાં તે વાસણો જોવા માટે ખોલ્યા ત્યાં તો જાણે કે પારસમણિના સ્પર્શથી પાષાણપણ સુવર્ણમય બની જાય તેમ સુપાત્રદાનના મહાપ્રભાવથી તે વાસણો સુવર્ણમય અને ભોજનાદિથી સંપૂર્ણ ભરેલા જુએ છે. બસ આ અવસરે અત્યંત આશ્ચર્ય સાથે વિસ્મય પામેલી દેવલ આ પ્રમાણે વિચારે છે, “અરે! નિરપરાધી, સાક્ષાત્ કલ્પલતા જેવી જંગમ લક્ષ્મી જેવી વહુને નિભંગી એવી મારા વડે ઘરમાંથી બહાર કાઢી મુકાઈ! મને ધિક્કાર છે! તે સમયે આકાશવાણી થાય છે કે “અરે! અભાગિણી! અંબિકાના સુપાત્રદાનના સુખકારી ફળનો માત્ર અંશ જ તને દેખાડ્યો
='TET-
T
ATE:21
:
IT :::
:
::::
જા જા - ફક
- કાર
ઝાલા ,
::::: હતો
::::::::::::::::::::::::::::::::::::::: ::
જ પ્રકા | Sા No Result
www.jainelibrary.org
Jain Education Intemational
For Private & Personal Use Only