________________
કાજામાં
ન
મratri:1:11
at list: sassantnishirvantraitalistic Irisit::ratians ::: instituticals in drisar:hatsali.asiski niYni:1tariatrisit: 111111::::::::::
અરે રે હીનકુલિન, દુરાચારિણી! મારા જીવતે જીવ તું આ સ્વછંદ વર્તન કેમ કરે છે? હજુ હું જીવતી છું છતાં આ રીતે દાન આપવા સત્તા તને કોણે આપી? ” આ પ્રમાણે કટુવચનો વડે અંબિકાને તિરસ્કારવા લાગી ત્યારે સાસુ અને પડોશણ વચ્ચે રહેલી અંબિકા વાદળના પટ અને રાહુ મંડળની વચ્ચે રહેલ ચંદ્રની કળા ક્ષીણ થાય તેમ કૃશ થઈને અંતરથી કંપવા લાગી. એ અવસરે તેનો પતિ સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને સ્વગૃહે આવ્યો, તે પણ માતા અને પડોશણના વચનોથી ખૂબ જ રોષે ભરાયેલો અંબિકાની ઉપર તિરસ્કારની ઝડી વરસાવવા લાગ્યો. તે વખતે નિરપરાધી હોવા છતાં સૌના આવા કઠોર વચનોને સાંભળી મનમાં અત્યંત દુઃખી હોવા છતાં તે મૌનપૂર્વક પોતાના પુત્ર યુગલને લઈ ઘરનો ત્યાગ કરી ચાલી ત્યારે રૂદન કરતી એવી તે માર્ગમાં વિચારે છે કે
“અહો! મેં મારા સાસુ સસરાના કોઈ વચનનું આજ સુધી ઉલ્લંઘન કર્યું નથી, નિત્ય પતિની ભકિતમાં તત્પર રહી ઉભય કુળમાં ચર્ચાસ્પદ બને તેવું કોઈ અપ્રિય કાર્ય કર્યું નથી, અરે! દેહને દુઃખ આપીને પણ ઘરના બધા કાર્યો કરું છતાં નિરપરાધી એવી મને જનસંપદા સમક્ષ તિરસ્કારે છે, અરે! આજના પર્વના પુણ્ય દિવસે સાધુ યુગલને નિર્દોષ ભિક્ષાનું દાન કરી ઉભયકુળને લ્યાણકારી એવું કાર્ય કરવા છતાં મિથ્યાત્વથી અંધ બનેલા તેઓ મને નિરર્થક હેરાન કરે છે, શું મહામિથ્યાત્વનો ઉદય છે. જેથી આ લોકો અતિશય સુકાયેલા વૃક્ષને જલના સિંચનદ્વારા ફલવત્ બનાવવાના નિરર્થક પ્રયત્નોની માફક પુત્રો દ્વારા અપાયેલા પિંડાદિ વડે મરેલા પ્રાણીઓને પ્રસન્ન કરવાના નિરર્થક પ્રયત્ન કરે છે, જેમ ઘુવડ સૂર્યપ્રકાશમાં જોઈ શકતું ન હોવાથી તે સૂર્યની નિન્દા કરે તેમ આ મિથ્યાત્વી લોકો અનંતપુણ્યફલને આપનારા સુપાત્રદાનની નિન્દા કરે છે, હવે મારે આ બાબત પ્રલાપ કરવો નકામો છે. મેં તો આ સુકૃત દ્વારા મારા દાનના ફળને સારી રીતે ગાંઠ બાંધીને સાચવી લીધું છે. બસ! હવે હું તેની જ અનુમોદના કરું, હવે હું આ ગૃહવાસનો ત્યાગ કરી ભવસમુદ્રમાં શરણ કરવા યોગ્ય તે મુનિયુગલનું શરણું સ્વીકારું છું. હવે રૈવતગિરિ ઉપર જઇ ઈષ્ટદેવ એવા જિનેશ્વર પરમાત્માનું ધ્યાન ધરીને મારા અનંતાભવોના અશુભકર્મોનો નાશ કરવા માટે નિરંતર તપશ્ચર્યા કરું, ”આવો વિચાર કરતાં સ્વસ્થ ચિત્તવાળી બનીને એક બાળકને કેડ ઉપર મૂકી, બીજાને હાથની આંગળી પકડાવી શ્રી નેમિપ્રભુનું ધ્યાન ધરતી તે રેવતાચલ પર્વત તરફ આગળ ચાલી.
અનેક દુઃખોથી આકુળ-વ્યાકુળ અંબિકા ધરાને માપતી માપતી આગળ નગરથી બહાર થોડેક દૂર પહોંચે છે ત્યાં કેડ
:1:::::::::::::::1::::::::::::::::::::::11:
11:15THITTITLETTEELIG
ITABIETY
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org