________________
iiiiiiirritairs.niorsificatisamosainium Insanitiatarinivasailurial
થાય છે તે અવસરે જુનાગઢના નગરજનો ધામધૂમથી સામૈયું કરી મહારાજાની પધરાણીના વધામણાં કરે છે. મહારાજા સિદ્ધરાજ મહેલમાં પધારતાં સજજન નતમસ્તક ઝુકી મહારાજાના ખબર અંતર પૂછે છે ત્યારે સજ્જનમંત્રીના દુષ્ટવ્યવહારની ખોટીવાતોથી ભરમાયેલા મહારાજની અંદરની અગનજવાળા ભડભડતી બહાર આવી. તે કહે છે, “તમારા જેવા વિશ્વાસઘાતી અને રાજદ્રોહી આ રાજ્યમાં ઉચ્ચહોદ્દે બિરાજમાન હોય ત્યાં સ્વસ્થતા કયાંથી હોય ? સોરઠની ધરતીની ત્રણ વર્ષની ઉપજની રકમનો હિસાબ કયાં છે?”
મહારાજની નિરર્થક પીડાના જાણકાર સજજને શાંતચિત્તે પ્રત્યુત્તર આપ્યો, “મહારાજા ! રાજની આવકની આનાપાઈનો હિસાબ તૈયાર જ છે, આપ કૃપાળુ મુસાફરીનો થાક ઉતારવા થોડીવાર આરામ ફરમાવો.”
સજજનમંત્રીના દઢતાપૂર્વકના નિર્ભયવચનો સાંભળી મહારાજા સિદ્ધરાજ ઘડી બે ઘડીમાં તો ઠંડાગાર જેવા થઈ ગયા. પોતે કરેલા નિરર્થક આવેશ બદલ પશ્ચાતાપ કરવા લાગ્યા. દિવસ દરમ્યાન નગરજનોના સ્વમુખે સજ્જનમંત્રીની કાર્યકુશળતા અને રાજવહીવટની મુક્ત મને થતી પ્રશંસા સાંભળી, સાથે સાથે સજજનમંત્રીએ કરાવેલ જિનાલયના સુંદર જિર્ણોદ્ધારની પણ વાતો સાંભળતાં ઢળતી સંધ્યાએ મહારાજા મંત્રીને બોલાવી પ્રભાતે સંકલગામની પાદરથી નીકળી ગિરનાર ગિરિવર આરોહણ કરવાની પોતાની ભાવના વ્યક્ત કરે છે.
નવલી પ્રભાતે મહારાજા અને મંત્રી ગિરિ આરોહણ કરી રહ્યા છે તે અવસરે શિખર ઉપર શોભતા ધવલચૈત્ય અને ગગનને આંબવા મથતી ફરકતી ધજાઓની શોભાને જોઈને મહારાજા પૂછે છે, “કયા ભાગ્યવાન માતા-પિતા છે? જેના સંતાનોએ આવા સુંદર, મનોહર જિનાલયોની હારમાળાઓનું સર્જન કર્યું છે " ત્યારે મંત્રી કહે, " સ્વામી ! આપ પૂજ્યના માતા-પિતાનું જ તે સૌભાગ્ય છે કે, આપ જેવા મહાપુણ્યશાળીના પ્રતાપે આવું જાજવલ્યમાન સર્જન થયું છે.'
આશ્ચર્યચકિત થયેલા મહારાજા ક્ષણવાર મંત્રમુગ્ધ બની આ વાતનું રહસ્ય મંત્રીને પૂછે છે ત્યારે મંત્રી કહે છે, “હે સ્વામી ! આપના પુણ્યપ્રભાવે જ આ અનેરું સર્જન થવા પામ્યું છે અને આપના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવી જ ભાગ્યવાન છે કે, આપના જેવા શૂરવીરપુત્ર ગુર્જરનરેશે પૂજ્ય પિતાની ચીરકાલીન સ્મૃતિ કાજે આવા દેદીપ્યમાન દેરાઓના સર્જન કર્યા છે, સોરઠદેશની ધન્યધરાની ત્રણ-ત્રણ વર્ષની આવક આ જિનાલયના નવસર્જનમાં વપરાયેલ છે જેના પ્રતાપે આ મંદિરો મન મોહી રહ્યા છે, આપકૃપાળુ જ સોરઠદેશના ધણી છો તેથી જ આપના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવી ધન્ય બન્યા છે ! “ કર્ણપ્રાસાદ” નામના આ જિનાલયથી ગિરનારની શોભામાં વૃદ્ધિ થયેલ છે જે આપના પિતાની સ્મૃતિને ચીરકાલીન બનાવવા સમર્થ છે, છતાં આપ સ્વામીને સોરઠની ત્રણ વર્ષની આવક રાજભંડારમાં જમા કરવી હોય તો આનાપાઈ સાથે તે રકમ ભંડારમાં જમા કરવા
TITH
છે સારા ,
' કાકા કાલ
પ ]
=
સ
સા: પ
ફ ા
લાક
જ છ
ક
fary.org