________________
*பப்பப்பப்பப்பப்பப்பப்பபாப்பாபாபாபாபாபாபா
பாப்பார்ப்பார்ப்பார்ப்பாயாப்பமரியாாபபாபப்பப்பப்
અવિશ્વાસ જાગી ગયો. હવે કેમે કરી બાજી હાથમાં ઝાલવી મુશ્કેલ બની હતી. મહામંત્રી બાહડ પરિસ્થિતિને પામી આ સમાચાર શકયત: વહેલાસર જુનાગઢ સજજન મંત્રીને પહોંચાડવા માંગતા હતા. એક પવનવેગી સાંઢણી અને અસવારના સહારે બાહડ મંત્રીએ મહારાજા સિદ્ધરાજના વાવડ સજ્જનમંત્રીને પહોંચાડ્યા. કુશાગ્રબુદ્ધિ સજજનમંત્રી પરિસ્થિતિને પામી ગયો. સોરઠની આવકની રકમ હવે કેવી રીતે ભરવી તેની ભાવયાત્રામાં સજજન લાગી ગયો. તેની ભાવયાત્રાના પ્રથમ મુકામ સ્વરૂપે વણથલી (વંથલી) તીર્થ તેની નજર સમક્ષ આવ્યું. વંથલી તીર્થની રિદ્ધિ-સિદ્ધિને અનુલક્ષી ગિરનારતીર્થ માટે તન-મન-ધન ન્યોચ્છાવર કરનારા શ્રાવકોની હારમાળા તેના સ્મૃતિપથ ઉપર ચાલવા લાગી.
જિર્ણોદ્ધાર તથા સોરઠદેશની રાજવ્યવસ્થાના કાર્યમાં વ્યસ્ત એવા સજજન મંત્રીએ સિદ્ધરાજના આગમન પૂર્વે જિર્ણોદ્ધારના કાર્યમાં લાગેલી સોરઠદેશની આવકની રકમ એકઠી કરવા વણથલી તરફ પ્રયાણ કર્યું. મહાજનને એકઠું કરી ગિરનાર જિનાલયના જિર્ણોદ્ધાર અંગેની રકમની વાત વહેતી મૂકી, ગામના શ્રેષ્ઠિઓએ પોતાના ફાળાની રકમ નોંધાવવાનો પ્રારંભ કરતા જ રકમ લખાવવા માટે પડાપડી થવા લાગી. સભાની ભરચક મેદનીને ચીરતો મેલાંઘેલાં કપડા પહેરેલો એક માણસ આગળ આવવા મથામણ કરતો હતો ત્યારે ધક્કામુક્કીના કારણે આવેશમાં આવેલ કોઈ સભાજન બૂમ મારે છે, “અલ્યા તારે ત્યાં શું ખાવાનું દાઢ્યું છે? ગિરનાર ગિરિવરની આ ટીપ ચાલે છે તેમાં અંતરાય પાડવા કયાં જાય છે? બે પૈસા પણ લખાવવાની તારી તેવડ છે?” તે માણસ તો સૌની ઉપેક્ષા કરી મૌનપૂર્વક આગળ વધી સજજનમંત્રીની સમીપ પહોંચી ગયો. સજજનમંત્રીના કાન પાસે જઈ કહે છે, “મંત્રીશ્વર ! આ મહાપ્રભાવક ગિરનાર માટે તો મારું સર્વસ્વ આપવા હું તૈયાર છું ત્યાં આ સોરઠદેશની ત્રણવર્ષની આવક જેવી મામૂલી રકમ માટે આપ શા માટે ટીપ કરાવો છો ? આ રાંકડા ઉપર કૃપા કરી આ લાભ મને જ લેવાદો.” સજજન મંત્રી બે ક્ષણ તો આભા જ બની ગયા. આ લઘરવઘર મલીનવસ્ત્રવાળો માણસ અને સંપૂર્ણરકમ આપવા તૈયાર! આ કોણ છે? તે વિચારમાં પડીને તેને પૂછે છે, “આપનું નામ ? ” નમ્રભાવથી ઉત્તર આપે છે, “ભીમ- સાથીયો, મંત્રીશ્વર ! ગામના શ્રેષ્ઠિઓ તો મહાભાગ્યવાન છે. તેઓને તો આવા દાનપુણ્યના અવસર છાશવારે ને છાશવારે પ્રાપ્ત થાય છે, આજે આ ગરીબડાને બે પૈસાના પૂણ્ય કમાવાની તક આપશો તો મારું જીવન ધન્ય બની જશે.” એમ કહી સમસ્ત સભાજનો સમક્ષ પોતાની ભાવના વ્યકત કરી સજજન મંત્રીના ચરણસ્પર્શ કરી પોતાની ઝોળી ફેલાવે છે.
સજજનમંત્રી માનવ મહેરામણ વચ્ચે ભીમા સાથરીયાની પ્રગટ થયેલી ભાવનાને ન્યાય આપી સમસ્ત મહાજનની ફાળો આપવાની ભાવનાનો સ્વીકાર કરવાની પોતાની અસમર્થતા દર્શાવે છે. ભીમા સાથરીયાના જિર્ણોદ્ધાર માટેની રકમના વચનને લઈ મંત્રીશ્વર પાછા જુનાગઢ પધારે છે ત્યાંતો મહારાજા સિદ્ધરાજ નજીક આવી ચૂક્યાના વાવડ આવે છે. વહેલી સવારે મહારાજાનો પ્રવેશ
rrrrrrrrrrrrrrrrrrrrrrrr FY FEET
R
E
:::::::
::::::::::::::::
:
Sઝ 111111111111111111111
Jain Education Intemational
For private & Personal use only
www.janettbrary.org