________________
111111
૪૩, જગતમાં કોઇપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિ સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર
ઉપર ન હોય!
૪૪, આકાશમાં ઉડતાં પક્ષીઓની છાયા પણ જો આ ગિરનાર મહાતીર્થનો સ્પર્શ પામે તો તેઓની પણ દુર્ગતિનો નાશ થાય છે. ૪૫, સહસાવનમાં નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા હતા.
૪૬, સહસાવનમાં (લક્ષારામવન) કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ અને અંતિમ સમવસરણની રચના કરવામાં આવી હતી. અને પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના આપી હતી.
૪૭, સહસાવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
૪૮, સહસાવનમાં કૃષ્ણવાસુદેવ દ્વારા રજત, સુવર્ણ અને રત્નમય પ્રતિમાયુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ થયું હતું.
૪૯, સહસાવન (લક્ષારામવન) ની એક ગુફામાં ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોતેર પ્રતિમાઓ બિરાજમાન છે.
૫૦, સહસાવનમાં શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતિશ્રીજી આદિ મોક્ષપદને પામ્યા છે.
૫૧, સહસાવનમાં હાલ સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા યુક્ત અદ્ભુત સમવસરણ મંદિર છે.
૫૨, ગિરનાર ગિરિવરની પહેલી ટૂંકે હાલ ચૌદ-ચૌદ બેનમૂન જિનાલયો ગિરિવર તિલક સમાન શોભી રહ્યા છે. ૫૩, ભારતભરમાં મૂળનાયક તરીકે તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળી સિદ્ધાત્મા શ્રી રહનેમિનું એક માત્ર જિનાલય ગિરનાર
ગિરિવર ઉપર છે.
૫૪, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્ડત્માઓને સહાય કરનાર ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવી આજે પણ હાજરાહજુર છે.
૫૫, જ્યાં સુધી ગિરનારની યાત્રા નથી કરી ત્યાં સુધી જ જીવને સર્વપાપ, સર્વ દુઃખ અને સંસાર ભ્રમણ રહે છે.
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org