________________
શ્રી ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ
શ્રી ગિરનાર મહાતીર્થ જ્યાં પૂર્વે અનંતા તીર્થંકરોના કલ્યાણક, વર્તમાન ચોવીશીના બાવીશમા બાલબ્રહ્મચારી નેમનાથ પરમાત્માના દીક્ષા- કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક દ્વારા આ પુનિતભૂમિ પાવનકારી બનેલ છે. આવતી ચોવીશીના ૨૪ તીર્થંકરો મોક્ષે જવાના આ મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ માટે શાસ્ત્રોમાં વિરોષ કોઇ ઉલ્લેખ આવતો નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં તીર્થંકરના માત્ર આ ત્રણ કલ્યાણકો જ થવા પામ્યા હોવાથી તે મહાકલ્યાણકારી ભૂમિના દર્શન- પૂજન અને સ્પર્શન દ્વારા અનેક ભવ્યજનો આત્મકલ્યાણની આરાધનામાં વિરોષ વેગ લાવી શકે તે માટે પુષ્ટ આલંબન સ્વરૂપે ગિરનાર ગીરીવરની ૯૯ યાત્રાઓનું આયોજન કરાય છે. * વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નીચે મુજબ યાત્રા કરી શકાય.
* ગિરનારના પાંચ ચૈત્યવંદન તથા ૯૯ યાત્રાની સમજ :
૧) જયતળેટીમાં આદિનાથ ભગવાનના જિનાલયમાં (સિધ્ધગિરિની માફક અત્ર જયતળેટી ન હોવાથી)
૨ ) તળેટીમાં નેમિનાથ પરમાત્માની ચરણપાદુકા સન્મુખ. પછી યાત્રા કરી ઠાઠાની પ્રથમ ટુંકે
૩) મુળનાયક
૪) મૂળ દેરાસર પાછળ આદિનાથના દેરાસરે
૫) અમિઝરા પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરવું. ત્યાંથી સહસાવન (દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક), અથવા જયતળેટી આવતાં પ્રથમયાત્રા પૂર્ણ થયેલ કહેવાય. પછી પાછા જયતળેટીથી અથવા સહસાવનથી ઉપર ચડતાં પૂર્વમુજબ બે ચૈત્યવંદન કરવાં. આ રીતે બેમાંથી કોઇપણ સ્થાનેથી પુનઃ દાદાની ટુંકે દર્શન ચૈત્યવંદન કરી આ બેમાંથી કોઇપણ સ્થાને નીચે ઉતરતાં બીજી યાત્રા થઇ ગણાય. ક્રમશઃ આ મુજબ ૧૦૮ વખત દાદાની ટૂંકની સ્પર્શના કરવી આવશ્યક છે.
* નિત્ય આરાધના -
(૧) ઉભયટંક પ્રતિક્રમણ.
(૨) જિનપૂજા તથા ઓછામાં ઓછું એક વખત દાદાનું દેવવંદન.
(૩) ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચક્ખાણ.
(૪) ભૂમિ સંથારો.
(૫) દરેક યાત્રામાં મૂળનાયકની ૩ પ્રદક્ષિણા.
Jain Educa
"Mary.org