________________
થર
પૂરવ દક્ષિણ પશ્ચિમ ઉત્તર, દહ દિશિ દેતિ વધી રે સહસકિરણ સુતની સાનિધિ, ચકી પરિભૂ સાધી રે, દિ૨૨ રાજનગર અનિં હિનપુર, વીજાપુર લગઈ ભાઈ રે, દિલ્લી આગરા સીંધલ સિમાણુ, તાં લગઈ સૂર સજાઈ. દિ. ૨૩ સિદ્ધસેનનિ વિકમરાજા, હેમનિ કુમારનરિદા રે, તિમ શ્રીરાજસાગરસૂરીનિ, સાહ સહસકિરણના નંદા રે. દિ. ૨૪ જિમ શ્રી મહાવીરનિ શ્રેણિક, રૂખભનિ ભરતનરિદા રે, તિમ શ્રી રાજસાગર સૂરીનિ, સાહ સહસકિરણના નંદા રે. દિ. ૨૫ સુહસ્તિસૂરિનિ સંપ્રતિરાજા, અકબૂર હીરસૂરિનિ રે; ધરમશેષનિ વિમલમંત્રીશા, તિમ શાંતી રાજ સૂરિનિ રે. દિ. ૨૬ નેમિનાથનિ કૃષ્ણનરેશા, શ્રી બપભદ્ધિનિ આમ રે તિમ શ્રી રાજસાગરસૂરીનિં, સાહ શાંતીદાસ સુખ ઠામ રે. દિ૨૭ શાંતીદાસ અનિ સૂરીની, કરતિ બેઈભેલી રે, ઠામિ ઠામિ ચમકતી ચાલઈ જિમિ બે સુગણ સહેલી છે. દિ. ૨૮ સાહ વાઘજી શ્રીપાલ તણુઈ ઘરઈ, ઓચ્છવ રંગ ઘણેર રે, ગુણીજન ગાઈ વાજિત્ર વઈ, ઉંચા દીધા ડેરા રે. દિ. ૨૯ ઠામિ ઠામિ થી સંઘ તેડાવી, લિઈ લહેલિખમીન રે, આચારિજ પદ મહેછવા માંડયા, ધન દિહાડે વાઘને છે. દિ. ૩૦ સંવત સેલ અઠાણુઆ વર્ષે, પિસ પૂનિમ ગુરૂવારિ રે, પુષ્ય યોગિ જુગતિ શશિ આવઈ, ચડતિ દિવસ ઉદારઈ ૨. દિ. ૩૧ શ્રીવૃદ્ધિસાગર સૂરીસરનિ પદ દેઈ, જગિ જસ લીને રે, શ્રીવૃદ્ધિસાગર સુરીસર સુકુલી, ગુરૂ સેવા માંહિ લીને રે. દિ. ૩૨ બિંબ પ્રવેશ પ્રતિષ્ઠા યાત્રા, પદ પંડિત વાચકને રે; માલારોપણું પ્રમુખ ધરમનાં, કીધા કાજ સકુનાં રે. સમકિત દાન દાન વલી વ્રતનાં, ભાવિક લેકનિ દીધા રે, શ્રીજિનવરનાં વચન સુણાવી, માનવ ભવ ફલ લીધા છે. દિ. વિમલાચલ ઉજલ અબુંદ ગિરિ, રાણિકપુર વર રંગ રે, વરકાણે પ્રભુ પાસ સંખેસર, અંતરીક શુભ સંગિ રે. દિ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org