SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૩) ૫. હેમચંદ્રમણિ વારજે. ગચ્છ સમારી રાખજે, અહે સ્વર્ગે પહોંચ્યા પછી આકરે ખેદ ધરશે નહિ. અમહે જેને પાટે સ્થાપ્યા છે, તેથી ઉમેદ પર. તમ્હારી સાથે જે કંઈ વિપરીત કર્યું હોય, તે મહારૂં દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ક્ષીરસાગરને દુહવશે નહિ એ કથનનું રહસ્ય છે.” એમ કહી અણસણું કર્યું, વચચ્ચાર બંધ કર્યો. શુભ ધ્યાનમાં લીન થયા. યોગ સમારી રાખ્યા. વિ. સં. ૧૮૧૧ માં જેઠ વ. ૨ કલ્યાણસાગરસૂરિ સ્વર્ગે પધાર્યા. પં. ક્ષીરસાગરજી ઘણું દિલગીર થયા અતિ વિલાપ કર્યો. પરિવારે શાંત કર્યો. સુજાણ શ્રાવકેએ સંસ્કારની સામગ્રી સજજ કરી, નવરંગી માંડવી રચી સોવને શણગારી પૂજ્યનું શરીર પધરાવ્યું. મનમાં ખેદ માતો ન હતો. સોવન–લ ઉછાલતા શુભ ભૂમિએ લઈ ગયા. સંસ્કાર કરી પાછા વલ્યા. દેવવંદન અવસરે બહુ અખ્યાણાં આવ્યાં. મેહનિવારક ગુરુની દેશના સાંભળી ગુરુગુણગણુને સંભારતા સર્વ સ્વસ્થાને પહોંચ્યા. ૧૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫ વર્ષ મુનિપદમાં, ૩ વર્ષ પંડિત પદમાં, ૨૪ વર્ષ ઉપાધ્યાય ૫ણામાં, ૨૪ વર્ષ ગચ્છાધિપતિત્વમાંકુલ ૬૭ વર્ષનું આયુષ્ય સૂરિજીએ પાડ્યું. હાર-વિહારમાં ઘણું દ્રવ્ય ખચી ગુરુજીની પાદુકા સ્થાપી. કલ્યાણસાગરસૂરિની પાટે જયવંતા પુયસાગર સૂરિના સમથમાં વિ. સં. ૧૮૧૭ માં ફા. વ. ૫. બુધવારે પંન્યાસજી સીરસાગર (કલ્યાણસાગરજીના વૃદ્ધ સહેદર અને સતીä)ના શિષ્ય માણિક્યસાગરે ગુગુણગીતરૂપ આ રાસ રમે છે. ૫. હેમચંદ્રગણિ. ( રાસ ૩૩, પૃ. ૨૬૫થી ૨૮૪). માલવાદેશમાં દિલ્લીશ્વરના રાજ્યસમયમાં ઉજજેણીની સમીપ આવેલ સુદર્શનપુરમાં જીવનનંદ બ્રાહ્મણની સ્ત્રી જીવાંબાઈએ એક ૧ આ પુણસાગરસૂરિના ઉપદેશથી રાધનપુરમાં શાંતિનાથ મંદિર કરાવવામાં આવ્યું છે. આ સૂરિએ વિ. સં. ૧૮૩૮ માં સેથી વધારે પ્રતિષ્ઠિત કરેલી જૈન મૂર્તિ અને ગુરુ પાદુકાઓ પણ એ જ મંદિરમાં સ્થાપેલી છે. એ મંદિરની પ્રશસ્તિ તેમના શિષ્ય અમૃતસાગરે રચેલી ત્યાં જ શિલામાં કોતરેલી છે. (લેખ માટે જૂઓ જિનવિ. ભા. ૨, લે. ૪૬૮ ) -લા. ભ, ગાળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy