SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૩) સંધપતિ સમરસિંહ સંધ ચાલે. માર્ગ સંકીર્ણ થઈ ગયું હતું. દેવાલયની આગળ ચાલતા સંઘથી પરવરેલા અને સુખાસન(પાલખી)માં બેઠેલા દેસલશાહ સંઘનાયક થયા. સમરાશાહ પણ અસ્વાર બની અસ્વારેથી પરિવૃત થઇ ચાલ્યા. વાજિંત્રોની વનિ થઈ. પગલે પગલે પૂજાતું દેવાલય પહેલે દિવસે શંખારિકાએ પહોંચ્યું. સમરાશાહ શંખારિકાગામથી સંઘ સાથે પાટણ આવ્યા હતા, તેઓએ પિસહશાલામાં જઈ સર્વ સૂરિઓને યાત્રા માટે ખમાસમણ (વંદન) આપ્યું હતું. સંઘ સાથે ગેરવપૂર્વક પ્રત્યેક ઘરે જઈ સર્વ શ્રાવકને આદરપૂર્વક પ્રાર્થના કરી હતી. સમરાશાહના ગુણોથી ખેંચાઈ તેઓ જલ્દી આવ્યા હતા. અગાધ સર્વ સિદ્ધાંતરૂપી મહાસાગરને તરી જવામાં નિકાસમાન શ્રીવિનયચંદ્રસૂરિ યાત્રા માટે ચાલ્યા હતા. સંઘમાં આવેલા મુખ્ય બહગચ્છરૂપી આકાશમાં ચંદ્રમાન, મનહર આચાર્યો. ચારિત્રને ધારણ કરનાર શ્રી રત્નાકરસૂરિ સંઘ સાથે ચાલ્યા હતા. સર્વત્ર ગૈરવયુકત અંત:કરણવાળા શ્રીદેવસૂરિગચ્છના શ્રી પદ્મચંદ્રસૂરિ પણ સાથે ચાલ્યા હતા, જિનદર્શન કરવામાં ઉલસતી વાંછાવાળા ચંચલતારહિત (ધીર) શ્રીષ(સં)ડેરગચ્છના શ્રી સુમતિસૂરિ ચાલ્યા. ભાવડારગચ્છની લક્ષમીના મુખને વિભૂષિત કરવામાં તિલક સમાન શ્રીવીરસૂરિ પ્રસન્ન અ તઃકરણે યાત્રામાં ચાલ્યા હતા. શ્રીથારપદ્રગચ્છના શ્રી સર્વદેવસૂરિ અને બ્રહ્માણગચ્છના શ્રીજગતસૂરિ ચાલ્યા હતા. શ્રીનિવૃત્તિગ૭ના આમદેવસૂરિ ચાલ્યા હતા, જેઓએ દેસલની યાત્રાને રાસ કર્યો છે. શ્રી નાણકગણરૂપી આકાશને ભૂષિત કરવામાં સૂર્યસમાન સિદ્ધસેન આચાર્ય દેસલ સાથે ચાલ્યા १ श्रीमनिवृत्तिगच्छीया आम्रदेवाख्यसूरयः । चेलुयैर्दसलस्यास्ति यात्राया रासकः कृतः ॥ -નાભિનંદને દ્ધાર પ્રબંધ (પ્રસ્તાવ , લેક ૬૦૦) આ ઉપરથી સ્પષ્ટ સમજાય તેમ છે કે દેસલની યાત્રાનો રાસ અપર નામ સમરારા સનામને પ્રસ્તુત રાસ નિવૃત્તિગચ્છના અંબ(આમ્ર) દેવસૂરિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy