SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર, (૧૧૮) છે, તે પ્રમાણે પ્રાચીન સમયના ચરિત્રકારે જેનું ચરિત્ર આળેખતા હોય છે, તેની સાથે સંબંધ ધરાવતી અનેક આવશ્યક બાબતે તરફ દુર્લક્ષ આપતા, આથી એતિહાસિક પ્રબંધને યથાસ્વરૂપ જાણવા માટે અનેક કપનાના ઘોડા પર બેસી શંકા–પર્વ તેને વટાવવા પડે છે. રાસકાર પ્રથમ શત્રુજય શિખર પર વિરાજમાન આદીશ્વર દેવને અને સર્વ અરિહંતને ભક્તિભાવથી વંદન કરી, સરસ્વતીનું સ્મરણ કરી સંઘપતિદેસલપુત્ર સમરાનું સેહામારું ચરિત્ર સાંભળવા શ્રોતાએને સાવધાન થવાનું કહે છે. - શ્રી શત્રુંજયતીર્થના ઉદ્ધારક પૂર્વે અનેક થઈ ગયા છે, પરંતુ મુસલમાની ત્રાસના વિકટ વખતમાં સમરસિંહ અવસરચિત અતિમહત્વનું કાર્ય કર્યું છે. તેથી તેની મહત્તા દર્શાવતા કવિ કહે છે કે-“ભરત અને સગર એ બને તે અતુલ બલવાનું ચક્રવર્તિ રાજા હતા અને પાંડ પણ પૃથ્વીમાં પ્રચંડ અતિસબલ હતા, તેથી તેમણે તીર્થને ઉદ્ધાર કર્યો. જાવડને સંગ થયે, તે પણ દુષમકાળમાં-ઉદયમાં થયે. મંત્રિ બાહડદેવ, તે પણ ભલેરા સમયમાં ઉપજ્યા. પરંતુ હવે તે નવી જ વાત છે કે-જે દેહિલા દિવસોમાં ક્ષત્રિયે ખગ્ન લઈ શકતા નથી અને સાહસિકેનાં સાહસ ગળી જાય છે, તેવા દિવસમાં જિનધર્મરૂપી વનમાં સમરસિંહે દેખાવ દીધે. અંધારામાં સ્ફટિકમણિની જેમ તેના ગુણોને પ્રકાશ ઝળહળે છે. જેણે મરુમંડલમાં અમૃતની સારણિ વહાવી, બાહુબલથી કલિયુગને છતી કૃતયુગને અવતાર કર્યો. ઓસવાલકુલના ચંદ્ર સચરાચર કલિયુગના કાળા પક્ષમાં ચાંદરણારૂપ સમરસિંહ સમાન અન્યને ઉદય નથી.” શત્રુંજયતીર્થના ઉદ્ધાર કરનાર (૧૩) જાવડશાહ અને (૧૪) બાહડદેવ થયા પછી (૧૫ મે) ઉદ્ધાર કરનાર આપણું ચરિત્રનાયક સંઘપતિ દેસલના પુત્ર સમરસિંહ છે. તેને પૂર્વજો પામ્હણપુર કે જ્યાં પાહવિહાર નામને પાર્શ્વનાથને પ્રાસાદ શેભે છે, ત્યાં વસતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy