SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર. (૧૧૪) સાગર તે ૬૦ મા પટ્ટધર-જન્મ સં. ૧૫૦૬ માં, પિતા પાટણ નગરના સોની જાવડ. માતા પૂરલદે, મૂલ નામ સોનપાલ, દીક્ષા સં. ૧૫૧૨, આચાર્યપદ સં. ૧૫૪૧, ગચ્છનાયકપદ સં. ૧૫૪૨, સ્વર્ગવાસ સં. ૧૫૬૦ અને ભાવસાગરસૂરિ એ તેના પટ્ટધર ૬૧મા. તે મારવાડ દેશમાં નરસાણ ગામમાં વેરા સાંગાની સિંગાદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સં. ૧૫૧૦ માં જન્મ્યા. ૧પ૨૦ માં ખંભાતમાં જયકેસરિસૂરિ હસ્તે દીક્ષા લીધી, ૧૫૬૦ માં માંડલમાં આચાર્યપદ અને ગછે શપદ મળ્યું. ૧૫૮૩ માં સ્વર્ગસ્થ થયા.] જિનેશ્વરસૂરિ–વીવાહલે. રાસ ૨૮ (પૃ. ૨૨૪-રર૭ ) મરુદેશના મરુકટુ (મરોટ) નગરમાં પ્રસિદધ ભંડારી નેમિચંદ્ર (ષષ્ટિશતકના રચનાર) ને ત્યાં તેની ભાર્યા લખમિણી (લહમી)થી સંવત ૧૨૪પ ના માગસર સુદ ૧૧ને દિને આ સૂરિને જન્મ થયે. તેનું નામ અબડા પાડવામાં આવ્યું હતું. બાલ્યાવસ્થામાં સંયમશ્રી પરણ વાની પ્રબલ ઈચ્છા માતાને નિવેદન કરી હતી. અનુમતિ મળતાં ખેડન ગરમાં શાંતિજિનમંદિરમાં નંદી માંડી જિનપતિસૂરિ (ખરતરગચ્છીય) પાસે (સં. ૧૨૫૫માં) દીક્ષા લીધી. કવિએ આ પ્રસંગનું વર્ણન ઘણું સારું કર્યું છે. તેને ઉત્સવ પિતા નેમિચંદ્ર કર્યો, દીક્ષિત થયે વરપ્રભ નામ રાખવામાં આવ્યું. ગુરુપ્રસાદથી જ્ઞાનસમુદ્રના અવગાહન કર્યા પછી કમે કમે તેમણે જિનપતિસૂરિને પટ્ટ ઉદ્ધર્યો. આર્ય સુહસ્તિની જેમ તેમણે મહીતલને જિનમંદિરથી મંડિત કરાવ્યું હતું. શ્રીવાસ્વામીની જેમ અનેક રીતે તીર્થ (શાસન) ની ઉન્નતિ કરી હતી. જાબાલિપુર (જાર) માં વા. પ્રબોધભૂતિગણિને પિતાને અંત સમય જાણી સ્વય પિતાની પાટ પર સ્થાપ્યા. તેમનું નામ જિનપ્રબોધસૂરિ પાડ્યું (૧૩૩૧ના આશ્વિન વદિ ૫ ને દિને), અને તે અનશન કરી સ્વર્ગે સિધાવ્યા (સં. ૧૩૩૧ ના આશ્વિન વદિ ૬ને દિને) [ આ ઉપરાંત ખરતર ગચ્છની પટ્ટાવલિમાંથી એ મળી આવે છે કે આ સૂરિનું પદસ્થાપન સં. ૧૨૭૮ ના માઘ સુદિ ૬ને દિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy