SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પં. વીરવિજય [આ દહેરું અમદાવાદમાં એક જાણવા અને જોવા ગ્ય સ્થળ લેખાય છે. તેના સંબંધમાં ગુજરાત સર્વસંગ્રહમાં-આવૃત્તિ ૧૮૮૬ પૃ. ૪૨૫ માં જણાવેલું છે કે “શહેર બહાર ઉત્તરેથી શરૂ કરતાં દિલ્લી દરવાજાની પેલીપાસ કેમ્પના રસ્તાની જમણી મેર હઠીસીંગનું દહેરૂ છે. એ ધર્મશાળા તથા બંગલા સાથે ૧૮૪૮ માં દશલાખને ખરચે બંધાઈ રહ્યું હતું. દહેરૂં પ્રેમચંદ સલાટે સણગારની મેટામાં મેટી દાલતે પૂરૂં કીધું છે. કોતરકામ ઉતરતું છે, શિલ્પ ઘાટી સ્વચ્છ નથી પણ કામ એવું તવંગર છે કે જે કાળમાં જૈન શિલ્પને ઉત્કર્ષ હતો તે કાળના જેવુંજ, ને તે ઉપરથી જણાય છે કે હજીપણ ગુજરા તમાંથી બાંધવાનું ને પથ્થર કાપવાને હાર ગયે નથી. દેશમાં બાવન ગોખલા છે ને એક એકમાં તીર્થંકરની કે કઈ સાધુની આર સની મૂર્તિ છે. દહેરામાં મુખ્ય મૂત્તિ ધર્મનાથની છે.”] . - વીરવિજયપાસે અંજનશલાકા કરાવી બિંબસ્થાપનાનું મુહુર્ત દીનાનાથ જોશીને સાથે રાખી લેવરાવ્યું ને તે સં. ૧૯૦૩ નાં માહા વદ ૧૧ ને દિને આવ્યું. તે દિને ગુરૂના વચનાનુસાર સર્વ ક્રિયા કરી શેઠાણી તથા શેઠના નાના ભાઈ નામે ઉમાભાઈએ મળી તે પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યું. પછી વિરેષાવશ્યક સૂત્ર કે જે ન્યાયથી પૂર્ણ અને તેથી દુર્ઘટ છે તે ગુરૂએ વાંચ્યું અને ૪૫ આગળના પેગ વહેવરાવી શિષ્યાદિ (રાસકર્તા સહિત) પર ઉપકાર કર્યો. સે. ૧૯૦૮ ના શ્રાવણ માસમાં ગુરૂને વ્યાધિ થયો અને ભાદરવા વદ ત્રીજને ગુરૂવારે તે ગુરૂએ સ્વર્ગગમન કર્યું. પ્રેમભાઇ શેઠ, મગનભાઈ, ઉમાભાઈ, વગેરે અગ્રણી શેઠીઆએ એકઠા થઈ શિબિકા કરી મૃતશરીરને તેમાં પધરાવી ગાજતે વાજતે લઈ જઈ દાહ કર્યો. તે દિવસે સર્વ બજારો બંધ રહી ગુરૂના પટ્ટપર આસો માસની વિજયદશમીને દિને રંગવિજયને સ્થાપ્યા. જે તીથિએ સ્વર્ગવાસ થયે તે દરમાસે આવતાં ઘણું ગૃહકાર્ય મૂકી પિષધ વ્રત પાળતા હતા. બારમાસ જતાં ૧૯૦૧ (૧૯૦૯) ના માહ સુદ ૬ ને સોમવારે સ્વર્ગસ્થ ગુરૂનાં પગલાં સ્થાપ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy