________________
રાસ-સારે.
આ પછી ઉદયપુરના સંઘે વીસ હજાર રૂપીઆ ખર્ચા વિજયક્ષમાસૂરિને આચાર્યપદેત્સવ ઉજવ્યું. આ સમયે વિમલવિજયના શિષ્ય વાચક શુભવિજય સારા વિદ્વાન ગણાતા હતા અને પિતાના ઉપદેશથી ભવિક લેકેને પ્રતિબંધ આપતા હતા.
રાસકાર ચરિત્રનાયકના શિષ્ય જ છે. તેમનું નામ રામવિજ્ય હતું. રચનાની સાલ આપી નથી, પરંતુ સૂરિજીના વર્ગગમન પછી તુરત જ રચના થઈ હોય એવું લાગે છે.
અન્ય સ્થલેથી મળતી હકીકત અહીં મુકવામાં આવે છે – સૂરિજીના પિતા એસવાલ સતિના હતા. સંવત્ ૧૭૭૦ નું ચોમાસું જોધપુરમાં ત્યાંના રાજાના ખાસ આગ્રહથી કર્યું હતું. નગર પ્રવેશ કરતી વખતે રાજા અજીતસિંહ પિતાની બધી સેના સાથે સૂરિજીની સામે ગયા હતા અને સૂરિજીને દૂરથી દેખીને જ પિતાનાં રાજ્યચિહ્નો છેડી રાજાએ સવિનય નમસ્કાર કર્યો હતે. રાજા સૂરિજીના તપતેજથી અત્યંત પ્રસન્ન થયે હતે. સુવર્ણ અને રૂપાનાં કુલેથી રાજાએ સૂરિજીની પૂજા કરી હતી. ઘણા આડંબરથી તેણે સૂરિજીને નગરપ્રવેશ કરાવ્યા હતા અને ચાચકને પણ ખૂબ દાન આપ્યું હતું. તેણે અંતઃપુરની રાણીઓના હાથે મેતીઓના સાથીઓ વગેરે કરાવી ગુરૂજીની પૂજા કરાવી હતી. ત્યાર પછી રાજસભામાં રાજાએ સૂરિ સાથે ધર્મવાર્તા કરી હતી. પછી સૂરિજી મેવાડમાં ગયા ત્યાં અમરસિંહનામના રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે ચકલી, વનના છે, ગ, પશુ આદિને વધ પર્યુષણ પર્વમાં કિઈ ન કરે એ સંબંધીને ફરમાનપત્ર લખાવી લીધું હતું. - આ સમયમાં ભેજસાગરગણિનામના લમીસાગરથી ઉતરી આવેલા ઉત્તમ વિદ્વાન સાધુ વિદ્યમાન હતા. તેમણે રચેલ દ્રવ્યાનુ
ગતર્કણા (પ્રસિદ્ધ થયે છે) તથા બીજે ગ્રંથ રમલશાસ્ત્ર (સંવત ૧૭૯૮ સુરતમાં) રચેલ છે. તેમણે વિજય રત્નસૂરિજીની સ્તુતિ રચી છે તે અહિં આપવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org