________________
૫૦ વૃદ્ધિવિયાણ.
કપૂરવિજયનિર્વાણુરાસમાં તા જણાવવામાં આવ્યુ‘છે કે વૃદ્ધિવિજય કરવિજયના શિષ્ય અને ક્ષમાવિજયના ગુરૂભ્રાતા હતા. જુઓ, ઉક્ત રાસની ૭ મી ઢાળની નીચે આપેલી ૪ થી કડી.
'e
દેશ વિદેશે વિહરતાજી, દોય શિષ્ય થયા ખાસ ; પન્યાસ શ્રીવૃદ્ધિવિજય ગણિજી, શ્રીક્ષમાવિજય પન્યાસ. ક્ષમાવિજયનિર્વાણુ રાસમાં પણ (જુએ, જૈનરાસમાલા, ભાગ ૧, પૃષ્ઠ ૧૨૭ ઉપર, ‘ ગુસમાગમ ’ વાળા શિલેખ નીચે આવેલા દુહાઓમાંથી પ્રથમ અને બીજો દુહા.) એજ પ્રમાણે જણાવેલ છે. ત્યારે આ રાસકાર તેમને ખુદ સત્યવિજયપન્યાસના શિષ્ય તરીકેજ એળખાવે છે. આથી એમ જણાય છે કે તેઓ નામથી તેા કપૂરવિજયના જ શિષ્ય હશે પરંતુ સત્યવિજય વૃદ્ધગુરૂ હોવાથી તેમજ તેમની પાસેજ વધારે સમય રહેવાથી, સુખસાગરે તેમને સત્યવિજયના શિષ્ય તરીકે જણાવ્યા છે, અને એ પ્રમાણે આજે પણ વ્યવહાર થતા અનુભવાય છે. તેથી આમાં કાંઈ વિશધ જેવું સમજવાનું નથી.
ક્ષમાવિજયગણિ કે જેએ ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિવિજયના ગુરૂભ્રાતા થતા હતા, તેમને દીક્ષાવ્રત પણ સંવત્ ૧૭૪૪ ના જેઠ સુદી ૧૩ ના દિવસે, આ વૃદ્ધિવિજયગણિએ જ આપ્યું હતું, એમ ક્ષમા વિજયના રાસ ઉપરથી જણાય છે. (જુએ, જૈનરાસમાલા, પૃષ્ઠ ૧૨૮.)
આ રાસની એ પ્રતિ પ્રાપ્ત થઇ હતી જેમાં એક પ્રવતકશ્રીકાંતિવિજયજી મહારાજના શાસ્ત્ર-સગ્રહની હતી અને બીજી તેમના જ શિષ્ય મુનિવર શ્રીભક્તિવિજયજીના પુસ્તક-સમૂહની હતી. અને જુની હતી. લખ્યાની સાલ લખાયલી ન હતી.
પ્રતિની અશુદ્ધતાને લઈને થયું હશે, યા તે સ્મૃતિભ્રંશને લઇને હાય. વાસ્તવિક રીતે સ. ૧૭૫૫ ના યા ૧૭૫૬ ના પોષ માસની શુક્ર ૧ર શનિવારે સત્યવિજયજીનું નિર્વાણુ થયુ` હોય એમ સ્પષ્ટ જણાય છે.
સરખાવા પ્રસ્તાવના પૃ૦ ૩૯ ની છુટનેટ, જૈન॰ ઐતિ॰ રાસમાળા ભા. ૧ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org