________________
૨૫૫
સાતમેં ઘર એસવાલના, ધન વ્યવહારે પૂરા રે, સા સામલજી તેહમાં, ગેત્ર સેલંકી નૂરા રે. ગુણ૦ ૩ સેભાગદે તસ ભારજા, પુત્ર યુગલ તિથુિં જાયા રે, દિન દિન વાધે હજસું, શાસ્ત્ર કલા ગુણ પાયા રે. ગુણ૦ ૪ સવિ પરિજનને વાલા, મુખથી મધુરું ભાખે રે, ચતુરપણે ગુણ કેલવે, નિજ કુલ વટ ઈમ રાખે છે. ગુણ- ૫ એહવે રાજ વિરોધથી, સેઠ ગયા પરલોકે રે, સુત યુગ સાથે માવડી, નિર્ભય સ્થાન વિલેકે રે. ગુણ૦ ૬ રાજનગરીમાં આવીયા, શુભકામે રહ્યા વાસ રે, જિનયાત્રા કરવા ભણું, ઉપને મન ઊલા રે. ગુણ૦ ૭ શ્રી મહાવીરને દેહરે, આવ્યા પાવન અંગે રે, જિન મુખ દીઠે દુખ ગયાં, વંદન સ્તુતિ કરે રંગે રે. ગુણ૦ ૮ પાસે પસહ સાલમાં, સાગરગચ્છસવાઈ રે, શ્રીલક્ષ્મીસાગર સૂરી, દેસના દિઈ સુખદાઈ છે. ગુણ૦ ૯ ભક્ત શ્રી ગુરૂપદ નમી, બેઠા યથોચિત ઠાણે રે; ધર્મની દેશના સાંભલે, આશ્રવ સંવર જાણે રે. ગુણ૦ ૧૦
દુહા. શ્રી ગુરૂ કહે સુણે ભવિજના, દુર્લભ ચારે અંગ; માનવ ભવ શ્રુત સુણન તિમ, શ્રદ્ધા વિર્ય પ્રસંગ. તે પામીને પુણ્યથી, મ કર પંચ પ્રમાદ; સત્તા ધર્મને એલખ, મરડે મેહનો માદ. જિનવર સમયે ભાખીયે, ધર્મ જે વસ્તુ સ્વભાવ ચરણ કરણુ ગુણ સાધનૅ, સાધીજે સમલાવી. તે માટે સંયમ ગ્રહ, ઈહ પરભવ સુખહેતુ; કરમ નિકાચિત ગાલવા, ભવજલ તરવા સેતુ. આરાધક ભાવે કરી, એક દિવસ જે હુંત, મોક્ષ ન પાવે જે કદા, નિશ્ચય વર્ગ લહંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org