________________
હાલ ૭. જિન ચંદ્રપ્રભુ આધારે કે, મારી વિનતી રે લોલ–એ દેશી. ગુરૂજી વીરવિજય પન્યાસની પાસે આવીને રે લોલ, ગુરૂજી અંજનશલાકા કરાવી ચીતમાં લાવાઈ રે લોલ; ગુરૂજી સેઠ ગયા તે સરગે ફરી નાવિયા રે લોલ, ગુરૂજી અમે મન માહે ધાર્યું કે પ્રભુ પધરાવીયે રે લોલ. ૧ ગુરૂજીઈ વચને વીચારી ચીત કે ઉત્તર તવ દઈ રે લોલ, ગુરૂ કહે એહવા રૂડાં કામ કે નેતનત તમે કરે રે લોલ, ગુરૂ કહે જેહથી બધે પુન્ય કે ભવસાયર તરે રે લોલ, ગુરૂના વચન સુણી તવ જઈને આણંદ થયે રે લોલ. ૨ ગુરૂજી સૂત્ર અરથના જાણ કે મુહુરત તવ દઈ રે લોલ, સાથે જેસી દીનાનાથ કે, મુહુરત લખી દોઈ રે લોલ, ગુરૂ કહે ઓગણસ ત્રણનો માહ મઈને ભલે રે લોલ, ગુરૂ કહે વદ અગીયારસ દીવસ ખરે રે લોલ. ગુરૂ કહે સંઘ મેલા સર્વને તે ઉપર કરે રે લોલ, ગુરૂના સુણ વચન વીલાસ કે સામગ્રી સજે રે લોલ; મોટા મંડપ ઓચ્છવ મચ્છવ વરઘોડા ઘણું રે લોલ, દેખી દુનીયા કેરા લેકને હરખ હડે ઘણે રે લોલ. મંડપ માહે પધરાવે મહારાજ કે જે દીપતા રે લોલ, ગુરૂજી કીરીયા કરાવે સાર કે શાસ્ત્રમાં જે કહી રે લોલ, ગુરૂના વચન પ્રમાણે શેઠાણું વિવિધ સાચવે રે લોલ, ગુરૂજી સકલ સંઘની સાથે કે પ્રભુ પધરાવતા રે લોલ. ૫ ગુરૂ નાના ઉમાભાઈ ઈમ કે મરથ સેવી ફક્યા રે લેલ, સાંમી કપતરૂ સમ ગુરૂજી તમે મલ્યા રે લોલ; ગુરૂજી જિનશાસનમાંહે કે જીવ ડંક થયા રે લોલ, ગુરૂ શુભ-વીરવિજયના શિષ્ય કે રંગવિજય કહે રે લોલ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org