________________ નિખાલસ અને દિલાવર દિલ રાખી ઉદ્યમ કરે. પર૭ કેના છોરૂ ને તેના વાછરૂ, કેના માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ-એક રે. 5 સગી રે નારી એની કામિની, ઉભી ડગમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક રેટ 6 વહાલા તે વહાલા શું કરે, વહાલાં વેળાવી વળશે, વહાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક રે. 7 નહિ ત્રાપો નહિ તુંબડી, નથી તરવાને આરે; ઉદયરતન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે. એક રે. 8 સંસારના ખોટા સગપણની સઝાય. ચેત તે ચેતાવું તને રે, પામર પ્રાણું-એ દેશી. સગું તારું કેણ સાચું રે, સંસારીયામાં-સગું, પાપનો તે નાખે પાયો, ધરમમાં તું નહિ ધ્યા; ડાહ્યો થઈને તું દબાયે રે. સંસા. 1 ફૂડું કૂડું હેતજ કીધું, તેને સાચું માની લીધું; અંત કાલે દુઃખ દીધું છે. સંસા. 2 વિસવાસે હાલા કીધા, પીયાલાં ઝેરના પીધાં પ્રભુને વિસારી દીધાં છે. સંસા. 3 મન ગમતામાં મહા, ચારને મારગ ચાલ્યો; પાપીઓને સંગ ઝા રે. સંસા. 4 ઘરને ધધે ઘેરી લીધો, કામિની વશ કીધો; ઋષભદાસ કહે દગો દીધો છે. સંસા. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org