________________
સાચા સુખનો માર્ગ :
*
*
*
આવા સ્વાર્થોધ માનને અન્યની મુદ્દલ ચિંતા સ્પર્શતી નથી. લાખાજને ભૂખે મરતા હોય ત્યારે પણ પિતાના કે ઠારમાંને એક કણ તેને લાખોની જીંદગી કરતાં વધુ વહાલો લાગે છે.
પરમાર્થ જન્ય પવિત્રતાને બદલે આજે સ્વાર્થજન્ય મલીનતા ઠેર ઠેર વધતી જાય છે.
જેઓ સુખી છે તેમને પિતાનું તે સુખ અધૂરું લાગે છે અને દુઃખી થાય છે, જેઓ દુખી છે તેઓ અલ્પ પણ સુખની લાલસાને કારણે વધુ દુઃખી થાય છે.
નથી ક્યાંય સાચી શક્તિ કળાતી કે નથી જોવા મળતું સાચું સુખ પ્રાપ્ત સંગેમાં સમતાપૂર્વક જીવવાની સાચી કળા તે લુપ્તપ્રાયઃ થઈ ગઈ જણાય છે.
પુણ્યના ઉદયે પ્રતિકૂળતા ઘટે છે, સાનુકૂળતા વધે છે. અને પાપના ઉદયે સાનુકૂળતા ઘટે છે અને પ્રતિકૂળતા વધે છે. કહો! આ ટંકશાળી વચનમાં આજે તમને વિશ્વાસ કેટલું છે?
તમારે જ્યારે જે કાંઈ સહન કરવું પડે ત્યારે તેના માટે જવાબદાર તમારી જાત સિવાય બીજા કોઈને ન ગણશે અને નાનું સરખું પણ જે સુખ અનુભવવા મળે તે દેવ, ગુરુ-ધર્મના જ પ્રભાવે મળે છે એ સત્યને દઢપણે હૈયામાં કેતરી દેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org