________________
સાચા સુખને માર્ગ:
૪૨ :
પુણ્યાત્માઓની પાત્રતાને પુષ્ટ કરવામાં અમાપ સહાય પ્રદાન કરતા હોય છે.
ઉક્ત સાધનોના જરા જેટલા દુરૂપયોગથી, માનવી દુઃખી થાય છે, થાકે છે, નિરાશ બને છે અને તેના વિચારની ધારા ક્ષણ તેમજ પ્લાન બની જાય છે.
નક્કી કરે કે અમારે ખંડિત સુખ ન જોઈએ. ઘડીને માટે હસાવીને વર્ષો સુધી રડાવનારૂં સુખ ન જોઈએ. આત્માને કર્માધીન બનાવનારૂં સુખ ન જોઈએ, અન્યની શક્તિના ભેગે મળનારું સુખ ન જોઈએ. શાશ્વત સુખના ધામને પામ્યા પહેલા અમે જંપીશું નહિ. મહારાજાની સેનાને પરાજીત કરવાને સાચે જંગ જારી રાખીશું.
શાશ્વત સુખની ભાવના, એક માત્ર માનવભવમાં જ ફળવતી બની શકે છે. એ ભાવનાની પૂર્તિ કાજે બીજાને સુખ આપે! સગવડ આપે ! તેને દુઃખને દૂર કરવામાં તમારી પાસે જે શક્તિ હોય તેને સાર્થક કરે
જેનાં હૈયામાં ઝળહળતું હોય છે સાચા સુખની ભાવનાને ભાનુ, તે માનવી કેઈનું પણ દુઃખ જોઈને રાજી નથી થતો એટલું જ નહિ પરંતુ સહુને મિત્ર બનીને એ જીવનને દીપાવે છે.
આત્મા, સર્વ કર્મને ક્ષય એક માત્ર માનવદેહના યોગે જ કરી શકે છે, આવા દેહવાળે માનવી જે ધારે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org