________________
૨: સાચા સુખને માર્ગ
આજનું વ્યાખ્યાન, “સાચા સુખને માર્ગ” એ વિષય પર રાખવામાં આવ્યું છે. - સુખ સહુને પ્રિય છે. દુઃખ સહને અપ્રિય છે.
મતલબ કે જગતના બધા જ ઈચછે તે છે સુખ જ, દુઃખ કઈ જ નથી ઈચ્છતું. પરંતુ જે સુખની પાછળ આજના માનવે દેટ મૂકી છે તે તેને નથી મળવાનું તે હકીકત છે.
માનવીની તૃષા જળથી છીપે છે નહિ કે મૃગજળથી. તૃષાતુર માનવી જળાભાસરૂપ મૃગજળની પાછળ દોડ–દેડ કરીને તરસની સાથોસાથ નિરાશા તેમજ થાક સિવાય કશું જ મેળવી શકતું નથી, તેમ પાંચ ઈન્દ્રિયોને તે-તે પ્રકારના રૂપ-રસાદિ વડે ગમે તેટલી પુષ્ટ કરવામાં આવશે તે પણ તેમાંથી સાચા સુખને સ્વાદ માનવી નહિ જ મેળવી શકે. કારણ કે નથી તે જગતને જડ પદાર્થોમાં સુખ આપવાની શક્તિ કે નથી તે પદાર્થો વડે ષિાતી ઈન્દ્રિમાં સુખ આપવાની શક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org