________________
સફળતાનાં પાન
૩૬૪
તેની શક્તિને એક અંશ પણ ભાગ્યે જ દુર્ભાવની સેવા પાછળ વેડફાય છે.
રવિકિરણના સ્પશે ઝાકળ ઓસરે છે તેમ સદ્ભાવના સ્પશે સ્વાર્થભાવ સરે છે, સ્વાર્થભાવ સરે છે એટલે જીવનમાં પરમાર્થભાવ પ્રકટે છે. પરમાર્થના પ્રભાવે કેઈનેય દુઃખી કરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ તમારા જીવનમાં જાગશે નહિ.
માનવજીવન અણમેલ છે તે તેને સંબંધ પણ અણમેલ એવા ગુણરાશિ સાથે થે જોઈએ, વધવો જોઈએ.
આ ગુણરાશિરૂપ ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા અને સદૂભાવ તમારા જીવનના અંગભૂત બને!
તમારાં હૈયાં આભ જેવાં ઉદાર બને! તમારા જીવનમાં સદાચારની સુવાસ મહેકી ઉઠે !
તમારા શત્રુને પણ પિતાના હૈયાની વરાળ ઠાલવવાનું મન થાય એવી સહિષ્ણુતા તમારા જીવનમાં પ્રકટે!
સદ્ભાવનાં અમી તમારા આચાર અને વિચાર વાટે સર્વત્ર વહેતાં રહો !
બહિર્ભાવ અને દુર્ભાવને તમારા જીવનમાંથી ડેરા તંબુ ઉપાડી ભાગી જવું પડે એવું સત્વસંપન તમારું જીવન બને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org