________________
જીવનની સફળતાને માર્ગ
આજનું પ્રવચન “જીવનની સફળતાને માર્ગ, એ વિષય પર રાખેલ છે.
કેઈના મનમાં સહેજે પ્રશ્ન ઉઠે કે વ્યાખ્યાનનો વિષય શા માટે આ રાખ્યો?
તે તેને એ ખુલાસે છે કે જીવનની સાચી સફળતા એક માત્ર માનવભવમાં જ સાધી શકાય છે તેથી અગત્યના અનેક વિષયે નજર સામે તરતા હોવા છતાં, અતિ અગત્યના ઉક્ત વિષય પર પ્રવચન રાખ્યું છે.
માનવભવ સાચે જ અતિ દુર્લભ છે.
ચોર્યાસી લાખ યોનિમાં ભટકતે ભટકતે જીવ, અપાર પુણ્યરાશિન સંચયે જ માનવ-જીવનને પામે છે. મતલબ કે માનવભવને લાયકનું પુણ્ય મેળવવા માટે જીવને, ત્રણેય જગતની અનેકવિધ અકથ્ય યાતનાઓમાંથી પસાર થવું પડે છે અને માનવભવ મેળવ્યા પછી જે આત્મા તેની દુર્લભતાના ભાન સાથે તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org